GSTને લઈને સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Spread the love

 

 

 

ભારતમાં ટેક્સપેયર્સ માટે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, GST અપીલ દાખલ કરવા માટે ફરજિયાત પ્રી ડિપોઝિટ (૧૦ ટકા)ની ચુકવણી ઈનપુટ ટેક્સ ક્રેડિટથી કરી શકાશે. અત્યાર સુધી તેને ખાલી રોકડથી ચુકવવાનો નિયમ હતો. પણ હવે આ સ્થિતિ બદલાઈ ગઈ છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના આદેશને યથાવત રાખતા આપ્યો છે, જેમાં યાશો ઈંડસ્ટ્રીઝ વિરુદ્ધ રેવન્યૂ વિભાગના કેસમાં કોર્ટે ટેક્સપેયર્સના પક્ષમાં ચુકાદો આપ્યો છે. શું હતો મામલો: GST કાયદાની કલમ ૧૦૭ (૬) અંતર્ગત કોઈ પણ અપીલને દાખ કરતા પહેલા ૧૦ ટકા ટેક્સનું પ્રી ડિપોઝિટ જરુરી હતું. સરકાર અત્યાર સુધી એવું માનતી હતી કે, આ ચુકવણી ખાલી કેશ લેઝરથી થઈ શકે છે, પણ ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, આ બ્દ થી પણ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે હવે રેવન્યૂ વિભાગની SLP રદ કરતા આ ચુકાદાને યોગ્ય ગણાવ્યો છે.

સુનાવણી દરમ્યાન યાશો ઈંડસ્ટ્રીઝની દલીલો- વરિષ્ઠ વકીલ અભિષેક, રસ્તોગીએ કોર્ટમાં કહ્યું કે, CGST Actની કલમ ૪૯ (૪) અનુસાર, ECLનો ઉપયોગ, આઉટપુટ ટેક્સ ચુકવણીમાં થઈ શકે છે. GST નિયમ ૮૬ (૨) અને સર્કુલર ૧૭૨/૦૪/૨૦૨૨ પ્રી ડિપોઝિટને દંડ અથવા વ્યાજની કેટેગરીમાં ન રાખતા, જેનાથી આ ITCથી ચુકવણી યોગ્ય થઈ જાય છે. પ્રી ડિપોધિટ ખાલી પ્રક્રિયાત્મક જરૂરિયાત છે, નહી કે વાસ્તવિક કર ચુકવણી.
હવે આ નિર્ણયથી વેપારીઓ પર શું અસર પડશે: ૧. ટેક્સપેયર્સને રાહત – હવે તેઓ ITC નો ઉપયોગ કરીને અપીલ દાખલ કરી શકશે. તેમને કેશની વ્યવસ્થા કરવાની જરૂર નહીં પડે. ૨. ત અને નિકાસકારોને સપોર્ટ મળશે – નાના વેપારીઓ અને નિકાસકારો જેમણે ITC છે પરંતુ કેશ ઓછું છે, તેમના માટે આ કેશ ફલોનો દબાણ ઓછું કરશે. 3. રિફંડનો રસ્તો ખુલશે – જેમણે પહેલા કેશમાં પ્રી-ડિપોઝિટ કર્યું છે, તેઓ હવે રિફંડ અથવા સમાયોજન માટે અરજી કરી શકશે. ૪. કાયદાની સ્પષ્ટતા-આ નિર્ણય વિવાદાસ્પદ વ્યાખ્યાઓને સમાપ્ત કરે છે અને કાયદાના હેતુને સ્પષ્ટ કરે છે. ૫. સંવિધાનિક સંરક્ષણ – કોર્ટએ કહ્યું કે પ્રક્રિયાત્મક નિયમો ટેક્સપેયર્સના ન્યાય સુધી પહોંચવાના અધિકારમાં અવરોધ બની શકતા નથી.

અભિષેક રસ્તોગીનું કહેવું છે કે આ નિર્ણય ૮ માળખાની સાચી ભાવનાને જાળવી રાખે છે. આથી અપીલની પ્રક્રિયા સરળ બનશે અને ટેક્સપેયર્સ, ખાસ કરીને MSMEs ને રાહત મળશે. GST સિસ્ટમને ટેકનોલોજી આધારિત અને ટેક્સપેયર્સ-ફ્રેન્ડલી બનાવવા દિશામાં આ નિર્ણય એક મોટું પગલું છે. હવે જે ક્રેડિટ સરકાર પાસે પહેલેથી જ છે, તેમાંથી ટેક્સપેયર્સ અપીલ માટે પ્રી-ડિપોઝિટ કરી શકશે. આથી વ્યવસાયોને સુવિધા, વિવાદોમાં ઘટાડો અને GSTAT જેવા નવા અપીલીય કોર્ટમાં વિશ્વાસ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *