
ગાંધીનગરમાં સાધુના વેશમાં એકલ દોકલ વ્યક્તિને વિશ્વાસમાં લઈ કિંમતી ચીજ વસ્તુ લૂંટી લઈ ગાડીમાં ફરાર થઈ જતી ગેંગ ફરીવાર સક્રિય થઈ ચૂકી છે. ચંદ્રાલાનાં ઉમા સંસ્કાર તીર્થ સામેના રોડ ઉપર રાહદારી મહિલાને રસ્તો પૂછવાનાં બહાને ઉભી રાખી વિશ્વાસમાં લઈ 50 હજારની કિંમતના દાગીના મંતરીને પાછા આપવાના બહાને ગેંગ ગાડીમાં રફુચક્કર થઈ જતાં ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના ચંન્દ્રાલા ઉમા સંસ્કાર તીર્થના કમ્પાઉન્ડમાં રહેતા રેખાબેન વિનોદભાઇ દંતાણી અત્રે આંબા રાખી કેરીનો વેપાર કરે છે. ગઈકાલે બપોરના સમયે તેમના પિતા ચંન્દ્રાલા ગામના બ્રીજ નીચે બેસવા ગયા હોવાથી રેખા બેન તેમને બોલાવવા માટે માટે ઘરેથી નિકળ્યા હતા. ત્યારે સર્વીસ રોડથી એક સફેદ કલરની ચંન્દ્રાલા ગામના ચડતા બ્રીજના છેડે ઉમા સંસ્કાર તીર્થેના મેઇન ગેટ સામે એક ગાડી ઉભી રહી રહી હતી.
બાદમાં ગાડીના ડ્રાઈવરે રેખાબેનને બૂમ પાડીને બોલાવ્યા હતા. એટલે તેઓ ગાડી પાસે ગયા ગયા હતા. અને જોયેલ તો ગાડીમાં ચાર ઈસમો બેસેલા હતા. જે પૈકી બે ઈસમો સાધુના વેશમાં હતા. જેમણે ગિયોડ અંબાજી મંદીરનો રસ્તો પૂછ્યો હતો. જેથી રેખાબેને રસ્તો બતાવતા હતા એ દરમ્યાન એક સાધુએ 200 રૂપિયાની નોટ કાઢીને તેમના હાથમાં આપી કહેલ કે, આ નોટ બેટા સાચવીને રાખજે અને પુજા કરજે તારે બહુ પૈસા આવશે.
થોડીવાર પછી સાધુએ રેખાબેન કહેલ કે તારા કાનમા પેહેરેલ બુટીયા મને આપ હુ મંતરીને તને પાછા આપુ છુ. એટલે રેખાબેને વિશ્વાસમાં આવીને દાગીના કાઢીને સાધુના હાથમાં આપી દીધા હતા. અને તેમને વાતોમાં રાખીને રાખીને ગેંગ મોટા ચીલોડા તરફ ગાડીમાં રફુચક્કર થઈ ગઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ઉક્ત મોડસ ઓપરેન્ડીથી ગુના આચરતી દહેગામની મદારી ગેંગને ઝડપી પાડી હતી. જે પછી લાંબા સમયથી પછી ફરીવાર સાધુના વેશમાં એકલ દોકલ વ્યક્તિને લૂંટી લેતી ગેંગ સક્રિય થઈ છે.