ચંડોળા તળાવમાં ગરીબ પરિવારોને ફાળવવામાં આવનાર ઈ.ડબલ્યુ.એસ. આવાસો મેળવવા દર મહિને 30 હજાર રૂપિયાના બદલે ૫ હજાર રૂપિયાના હપ્તા કરવાની માંગણી કરતા શૈલેષ પરમાર

Spread the love

ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા અને દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમાર

દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ૫ હજાર રૂપિયાના હપ્તા કરવા માંગણી કરી : ગરીબ પરિવારો દર મહીને 30 હજાર રૂપિયા  જેવી મોટી રકમ ભરવા અસમર્થ

અમદાવાદ

ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા અને દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જાણ કરી ચંડોળા તળાવમાં ફાળવવામાં આવનાર ઈ.ડબલ્યુ.એસ. આવાસો મેળવવા દર મહિને હપ્તા હેઠળ 30 હજાર રૂપિયાના બદલે ૫ હજાર રૂપિયાના હપ્તા કરવાની માંગણી કરી છે. 

ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા અને દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનના દાણીલીમડા વોર્ડમાં આવેલ ચંડોળા તળાવ ખાતે ગરીબ પરિવારોના ગેરકાયદેસર મકાનો દુર કરવાની કામગીરી અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા હાલમાં કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ ૨૦૧૦ની પોલીસી મુજબ ચંડોળા તળાવ ખાતે ગરીબ લોકો માટે ઠરાવ કરીને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે ઈ.ડબલ્યુ.એસ.આવાસ યોજના હેઠળ આવાસો આપવાનું નક્કી કરેલ છે.આ આવસો માટે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણની કામગીરી હાલમાં કાર્યરત છે.

ઈ.ડબલ્યુ.એસ. આવાસો મેળવવા માટે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા દસ મહિનાના હપ્તા હેઠળ દર મહીને 30 હજાર રૂપિયા ભરવા એમ કુલ ત્રણ લાખ રૂપિયા ભરવા બાબતે મ્યુ.કોર્પો. દ્વારા અસરગ્રસ્ત લોકોને જણાવવામાં આવેલ છે. કુલ રકમની ભરપાઇ કર્યા બાદ જ આવાસો ફાળવવાની નીતી મ્યુ.કોર્પો.દ્વારા નક્કી કરવામાં આવેલ છે. પરંતુ ત્યાં વસતા અત્યંત ગરીબ પરિવારના લોકો છે જેને કારણે તેઓ માટે દર મહીને 30 હજાર રૂપિયા ભરવા જેવી મોટી રકમ ભરવા અસમર્થ છે. તેઓ મજુર ગરીબ કક્ષાના હોય રોજનું રોજ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ મજુરી કામ કરી તેમના પરિવારનું ભરણપોષણ કરતા ગરીબ લોકો માટે માનવતાના ધોરણે દર મહિને હપ્તા હેઠળ 30 હજાર રૂપિયાના બદલે પ હજાર રૂપિયાના હપ્તા કરી આપવા માંગણી છે.વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે તાકીદે આવાસ ફાળવવા માટે ભરવાના થતાં નાણાંમાં સહાય આપવા માટે યોગ્ય કાર્યવાહી તાકીદે કરવા  ખાસ માંગણી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *