IPL 2025 પ્લેઓફ શેડ્યૂલ
ક્વોલિફાયર 1: 29 મે, મુલ્લનપુર, ન્યુ ચંદીગઢ
એલિમિનેટર: 30 મે, મુલ્લનપુર, ન્યુ ચંદીગઢ
ક્વોલિફાયર 2: 1 જૂન, અમદાવાદ
ફાઇનલ: ૩ જૂન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
ગુજરાત, બેંગલુરુ અને પંજાબ એમ 3 પ્લેઓફ ટીમ નક્કી, ચોથા સ્થાન માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે સ્પર્ધા
….
અમદાવાદ
ભારત અને પાકિસ્તાન સાથેના તણાવને કારણે, 9 મેના રોજ IPL સ્થગિત કરવી પડી. BCCIએ ટુર્નામેન્ટ મુલતવી રાખતા કહ્યું હતું કે દેશ હાલમાં યુદ્ધની સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યોગ્ય નથી જેથી આજે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માનદ સચિવ
દેવજીત સૈકિયા એ જણાવ્યું કે આજે TATA ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 પ્લેઓફ માટેના સમયપત્રકની જાહેરાત કરી છે.
એનર્જી, ડ્રામા, રોમાંચ અને મનોરંજનથી ભરેલી 70 મેચના એક્શન પેક બાદ પીસીએ સ્ટેડિયમ પર ક્વોલિફાયર -1 ૨૯ મી મે એ અને એલિમિનેટર મેચ ૩૦ મે એ ન્યૂ ચંદીગઢ ના મુલ્લાનપુર ખાતે મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર-2 પ્રથમ જૂન રવિવારે રમાશે. જેમાં ક્વોલિફાયર 1માં હારનારી ટીમ અને એલિમિનિટેર મેચમાં હારનારી ટીમનો આમનો-સામનો થશે. ત્યારબાદ 3 જૂન મંગળવારે આઈપીએલની 18મી સીઝનની ભવ્ય ફાઈનલ મેચ
વિશ્વનું સૌથી મોટું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
અગાઉ, BCCIએ IPLના બાકીના 13 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. પરંતુ પ્લેઓફ સ્થળો નક્કી થયા ન હતા.
IPLએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી શેર કરી હતી. અમદાવાદને 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 અને 3 જૂને રમાનારી ફાઈનલ મેચનું આયોજન કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે.
નવા શેડ્યૂલ મુજબ, ૨૩ મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જે મેચ બેંગલુરુમાં રમવાની હતી તે હવે ત્યાં યોજાશે નહીં.
તે મેચ હવે લખનૌમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે.BCCIએ બેંગલુરુના હવામાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં, આગામી 2-3 દિવસમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે RCB અને SRH વચ્ચેની મેચ ધોવાઈ જવાની શક્યતા હતી અને તેથી IPL આયોજકોએ આ મોટો નિર્ણય લીધો છે.
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા પ્લેઓફ માટેના નવા સ્થળો હવામાન પરિસ્થિતિઓ અને અન્ય પરિમાણોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા હતા. પ્લેઓફ તબક્કાની જેમ જ, મંગળવાર, 20 મેથી શરૂ થતી લીગ તબક્કાની બાકીની મેચો માટે રમવાની પરિસ્થિતિઓ માટે વધારાનો એક કલાક ફાળવવામાં આવશે.
વર્તમાન સિઝનમાં ત્રણ ટીમ પ્લેઓફમાં પહોંચી છે. જેમાં ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સનો સમાવેશ થાય છે. રવિવાર, 18 મેના રોજ, ગુજરાતે દિલ્હી કેપિટલ્સને દિલ્હીમાં 10 વિકેટથી હરાવ્યું. ગુજરાતની આ જીત સાથે, ગુજરાત, બેંગલુરુ અને પંજાબ પ્લેઑફમાં પ્રવેશ્યા છે.
…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ ?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
63 એકરમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં બેઠક ક્ષમતા 1 લાખ 32 હજાર
700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયુ
13 હજાર વાહનો માટે પાર્કિંગ સુવિધા
પડછાયા દૂર કરતી LED લાઇટ
11 બહુવિધ પિય લાલ અને કાળી માટીથી બનેલી
30 મિનિટમાં જમીન સૂકવવા માટે ડ્રેનેજ સિસ્ટમ.

