વિરપુર તાલુકાના સારિયા ખાતે વરરાજા હેલિકોપ્ટર લઈને આવતાં વિરપુર તાલુકાના પ્રથમ વરરાજા હેલિકોપ્ટરમાં આવતા લોકો કુતુહુલતાવશ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ચાની કિટલી ચલાવનારના પુત્રને હેલિકોપ્ટર મારફતે લગ્ન કરાવવાની ઈચ્છા પિતાએ કરી હતી. આ સ્વપ્નને તેઓએ સાર્થક કરી બતાવ્યું હતુ.
વિરપુર તાલુકાના નાનકડા એવા સારિયા ગામના ક્ષત્રિય સમાજના એક પરિવારની દીકરીનું વેવિશાળ બાયડ તાલુકાના વાલાની મુવાડી ગામના પરિવારમાં કરેલ છે
જ્યાં વેવાઈ ખેતી સાથે ‘ચા’ ની કિટલી ઉપર ‘ચા’ નો વ્યવસાય કરે છે. પુત્રનું લગ્ન નક્કી થતા વરરાજાના પિતાની વરસો જૂની તમન્ના જે પુત્ર નાનો હતો ત્યારથી ગાંઠ બાંધી હતી અને તે માટે અગાઉથી આર્થિક રીતે આયોજન કરેલું હતું. જેનાથી તેમની ઈચ્છા અરમાન હતા કે મારા દીકરા ને હવાઈ મુસાફરી દ્વારા પરણવા લઈ જવું અને પુત્ર માટે કંઈક નવું અને અનોખું કરવાની આકાંક્ષા એ જાન લઈ ને વરરાજા હેલિકોપ્ટરમાં આવતા વિરપુર તાલુકાના સમગ્ર વિસ્તારના લોકો જોવા ઉમટી પડ્યાં હતા.