
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાન અચાનક બદલાઈ ગયું હતું. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ભારે વાવાઝોડા પછી ગાઝિયાબાદમાં વરસાદ શરૂ થયો. જ્યારે ઘણા વિસ્તારોમાં કરા પણ પડયા હતા. બાગપતમાં પણ ભારે વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડ્યા. બુધવારે બપોરે દિલ્હી-એનસીઆર ગરમી અને ભેજનું ખૂબ પ્રમાણ હતું. સાંજે હવામાન ગરમ થતાં થોડી રાહત થઈ. જોકે આ રાહત મુશ્કેલી પણ લાવી દિલ્હી-એનસીઆરમાં ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. વાવાઝોડામાં બે લોકોના મોત થયા. વાવાઝોડા પછી ભારે વરસાદ સાથે કરા પણ પડ્યા. રસ્તાઓ તળાવ બની ગયા. તોફાન અને વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો. અનેક વિસ્તારોમાં વળક્ષો પડી ગયા. નિઝામુદ્દીનમાં તોફાન દરમિયાન પડી ગયેલા થાંભલા સાથે અથડાવાથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ગોકુલપુરીમાં એક બાઇક સવાર પર ઝાડ પડ્યું. આ જ તેમના મુત્યુનું કારણ હતું. મળતકની ઓળખ અઝહર તરીકે થઈ છે. તે રર વર્ષનો હતો.
આ સાથે ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જોરદાર વાવાઝોડાને કારણે એક શાળાની દિવાલ ધરાશાયી થઈ ગઈ. દિવાલ નીચે પાર્ક કરેલી ઘણી ગાડીઓને નુકસાન થયું. તે જ સમયે એક ઝાડ પણ રસ્તા પર પડી ગયું. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. પૂર્વ દિલ્હીના યમુના વિહાર, ભજનપુરા અને ગોકલપુરી જેવા વિસ્તારોમાં ધૂળનું જોરદાર તોફાન આવ્યું. અચાનક ધૂળના તોફાનને કારણે દૃશ્યતા ઘટી ગઈ. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ જોરદાર વાવાઝોડાએ ત્રાટકયું. ઘણી જગ્યાએથી વળક્ષો પડી જવાના અહેવાલો છે. જેના કારણે ટ્રાફિક પ્રભાવિત થયો અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો. દિલ્હી-એનસીઆરમાં ૨૦ મિનિટમાં ભારે વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી દીધી. ભારે પવનને કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વળક્ષો ધરાશાયી થયા હતા. તોફાન અને વરસાદથી થયેલી તબાહી એટલી બધી હતી કે આખું શહેર થોડા સમય માટે ઠપ્પ થઈ ગયું. વાવાઝોડાથી થયેલી તબાહી એટલી બધી હતી કે રસ્તાઓ પર ચાલતા લોકો સુરક્ષિત આશ્રય શોધી રહ્યા હતા. દિલ્હીના તીન મૂર્તિ માર્ગ અને જનપથ રોડ પર ભારે પવન, ભારે વરસાદ અને કરા પડવાથી એક વળક્ષ ધરાશાયી થયું. આ સાથે નોઈડામાં પણ વાવાઝોડાને કારણે ઘણા વળક્ષો ધરાશાયી થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તોફાન અને વરસાદને કારણે નોઈડા સેક્ટર ૩૭ માં માત્ર એક ઝાડ જ નહીં પરંતુ એક હોડિંગ પણ ઉડી ગયું.
