
ચાઈનાથી આવતા ઇલેક્ટ્રિક સાધનો પર ફરજિયાત બીઆઈએસનો અમલ કરવામાં આવનાર છે. તેની સીધી અસર ભારતીય બજારમાં દેખાવા માંડી છે, કારણ કે પહેલા ૪૩ ઈંચનું ટીવી ચાઈનાથી ૧૭થી ૧૮ હજાર રૂપિયાની આસપાસનું આવતું હતું. તે હાલમાં ૨૨થી ૨3 હજારની કિંમતે બજારમાં વેચાઈ રહ્યું છે. જોકે બીઆઇએસનો અમલ આગામી માર્ચ ૨૦૨૬થી કરવામાં આવનાર હોવા છતાં તેની અસર અત્યારથી જ ભારતીય ઈલેક્ટ્રિકલ બજાર પર જોવા મળી રહી છે.
ચાઈનાથી ઈલેકટ્રિક ચીજવસ્તુઓની સાથે તેમાં વપરાશ કરવામાં આવતા સાધનો પણ મોટા પ્રમાણમાં આવતા હોય છે. જેવા કે ડિજિટલ કોઈ પણ વસ્તુ હોય તેમાં વપરાતા ડિજિટલ ડિસ્પ્લે અને તેની મશીનરી મોટાભાગે ચાઇનાથી આવતી હોય છે. તેવી જ રીતે એસી માટે જરૂરી એવું કોમ્પ્રેસર, એલઈડી ટીવીનું રો મટીરિયલ્સ સહિતનું રો મટીરિયલ્સ મોટા પ્રમાણમાં ચાઈનાથી ભારત આવતું હોય છે. આ મટીરિયલ્સ ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા રો મટીરિયલ્સ કરતા સસ્તું હોવાના કારણે લોકો તેની વધુ ખરીદી કરતા હોય છે. પરંતુ આગામી માર્ચ ૨૦૨૬થી ચાઈનાથી આવતી તમામ ઇલેક્ટ્રિકલ સાધનો પર બીઆઈ એસમો માર્કો હોવો જરૂરી હોવાનો નિયમ લાગુ કરવામાં આવનાર છે. તેના કારણે ચાઈનાથી આવતી ચીજવસ્તુઓ ૧૫થી ૨૦ ટકા મોથી થવાની શકયતા રહેલી છે. તેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે. કારણ કે પહેલા જે રીતે ચાઈનાથી વસ્તુ મોટા પ્રમાણમાં ઠલવાતી હતી. તેમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો હોવાની હકીકતો જાણવા મળી છે.
ચાઇનામાંથી જે માલ ભારતમાં આવી રહ્યો છે તેમાં અંડર ઇનવોઇસ માલ સૌથી વધુ આવતો હોવાની હકીકતો જાણવા મળી છે. એટલે કે જે ભાવ હોય તેના કરતાં ઓછું બિલ બનાવીને વિદેશથી માલ ભારતમાં લાવવો, પરંતુ બીઆઇએસ લાગુ થવાના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતો આ વેપલો બંધ થવાની શકયતા રહેલી છે. સાથે સાથે ચાઇનાથી આવતી ચીજવસ્તુની વોરંટી ગેરંટી પણ હોતી નથી. જ્યારે ભારતીય કંપનીઓની વસ્તુની એક વર્ષ અને તેના કરતાં પણ વધુ વોરટી ગેરંટી હોવાના લીધે આગામી દિવસોમાં મોટાભાગના લોકો ચાઇનાની ઇ લેક્ટ્રોનિક વસ્તુ છોડીને ભારતીય કંપની દ્વારા તૈયાર કરાયેલી વસ્તુની ખરીદીમાં વધુ રસ દાખવે તેવી પણ શકયતાઓ રહેલી છે.