
વિશ્વભરમાં ચોખાના ભાવ ઘણા વર્ષના નીચલા સ્તરે છે. ભારત અને થાઇલેન્ડ જેવા મુખ્ય નિકાસકારોને મોટા સ્ટોકને કારણે બજારમાં તેજીની આશા ઓછી છે. આ અઠવાડિયે, ભારતીય ચોખાના નિકાસ ભાવ લગભગ ૨ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા. રૂપિયામાં નબળાઈ અને માંગના અભાવ વચ્ચે પુરવઠામાં વધારો થવાને કારણે દબાણ છે. ૫% તૂટેલા પરબોઇલ્ડ ચોખાનો ભાવ પ્રતિ ટન$૩૮૨-૩૮૯ હતો, જે ગયા અઠવાડિયે $૩૮૪-૩૯૧ હતો. ૫% તૂટેલા સફેદ ચોખા $૩૭૫-૩૮૧ પ્રતિ ટન પર છે. દિલ્હી સ્થિત એક વેપારીએ કહ્યું, રૂપિયામાં ઘટાડાને કારણે નિકાસ ભાવ ઘટયા છે. માંગ હજુ પણ સુસ્ત છે. નિષ્ણાતો માને છે કે ભારતમાં મોટા સ્ટોક અને એશિયામાં રેકોર્ડ ઉત્પાદનને કારણે ચોખાના ભાવ ટૂંક સમયમાં સુધરશે નહીં.
થાઇલેન્ડમાં ચોખાના ભાવ અંગે વાર કરીએ તો, અહીં ૫% તૂટેલા ચોખાનો ભાવ ગયા અઠવાડિયે ૦૪૧૦ થી વધીને ૦૪૦૫-૪૧૦ પ્રતિ ટન થયો છે વેપારીઓના મતે, આ ઘટાડો માંગને કારણે નથી પરંતુ ચલણ વિનિમય દરમાં વધઘટને કારણે છે. બેંગકોક સ્થિત એક વેપારીએ ચોખાના ભાવ અંગે જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા પરંપરાગત ખરીદદારો પાસે પૂરતું ઉત્પાદન છે, તેથી માંગ ઓછી છે. કેટલાક વેપારીઓ કહે છે કે જુલાઈમાં નવો પાક આવ્યા પછી બજારની પ્રવળત્તિ વધી શકે છે.
વિયેતનામની ચોખાના ભાવ અંગે વાર કરીએ તો, અહીં ૫% તૂટેલા ચોખાનો ભાવ ૦૩૯૭ પ્રતિ ટન પર સ્થિર છે (વિયેતનામ ફૂડ એસોસિએશનનો ડેટા) જોકે, નબળી વૈશ્વિક માંગને કારણે સ્થાનિક બજારમાં ડાંગરના ભાવમાં ઘટાડો થયો છે. મેકોંગ ડેલ્ટા ક્ષેત્રમાં તાજા ડાંગરના ભાવ ૫,૨૦૦-૬,૮૦૦ વિયેતનામી ડોંગ પ્રતિ કિલો છે, જે ગયા અઠવાડિયે ૫,૪૦૦-૭,૨૦૦ ડોગ હતા. બાંગ્લાદેશમાં ચોખાના ભાવ અંગે વાર કરીએ તો, હવામાન પરિસ્થિતિઓ અને વાવેતર વિસ્તારમાં ઘટાડાને કારણે, ચોખાનું ઉત્પાદન ગયા વર્ષના ૨.૯ મિલિયન ટનથી સતત ચોથા વર્ષે ઘટીને ૨.૭ મિલિયન ટન થયું છે. કળષિ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ઘટાડો દેશની ખાદ્ય સુરક્ષા માટે ખતરો બની શકે છે.