ભારતીયો પર 5 ટકા રેમિટન્સ ટેક્સ લાદતું ટ્રમ્પનું બિલ પસાર

Spread the love

 

માત્ર એક મતની સરસાઈથી નીચલા ગૃહમાં બિલ પાસ, ખર્ચમાં નોંધપાત્ર કાપ મૂકવા પણ નિર્ણય

અમેરિકાના પ્રતિનિધિ ગૃહે માત્ર એક મતની બહુમતિથી અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો પોતાના દેશણાં નાણા મોકલે તો પાંચ ટકા ટેક્સ લાદવાના બિલને મંજુરી આપી દીધી છે. અમેરિકામાં વસતા 29 લાખ ભારતીયો સહિત કરોડો વિદેશીઓ ઉપર આ બીલની સીધી અસર પડશે.

અમેરિકામાં વસતા ભારતીય સહિતના વિદેશી નાગરિકોને અસર કરે તેવું એક મલ્ટિ-ટ્રિલિયન ડોલર ટેક્સ બ્રેક્સ પેકેજ તથા રેમિટન્સ પર પાંચ ટકા ટેક્સ લાદતું બિલ અમેરિકન સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવ્સ)માં પસાર થયું છે.

જોકે આ બિલ 215 વિરુદ્ધ 214ની અત્યંત પાતળી સરસાઈથી જ પસાર થયું હોવાને કારણે તેને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જીત તરીકે નથી જોવાઈ રહ્યું.

ટ્મ્પના પક્ષ રિપબ્લિક્ધસના જ બે સાંસદો બિલનો વિરોધ કરવા ડેમોક્રેટસ સાથે જોડાયા હતા. પવન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટથ શીર્ષક તરીકે જાણીતા આ બિલમાં ટેક્સ કાપ અને ઇમીગ્રેશનને લગતી આકરી જોગવાઇઓ સામેલ કરાઇ છે. આ બિલને પસાર કરવામાં ટ્રમ્પ અને તેમના સાંસદોને આકરી કસોટીનો સામનો કરવો પડ્યો છે.

હવે આ બિલ સેનેટમાં જશે. જેની પાસે બિલની જોગવાઇઓને મંજૂર કરવા કે તેમાં ફેરફારની સત્તા રહેશે. જોકે ટ્રમ્પના સાથીઓએ આ બિલ પસાર થવાને એક જીત તરીકે જોઇ રહ્યા છે અને તેમણે ઉજવણી પણ કરી હતી.
આ ઉપરાંત આ બિલમાં ખર્ચમાં નોંધપાત્ર કાપ મુકવામાં આવ્યો છે.

જેમાં ઓછી આવક ધરાવતા અમેરિકનો માટે મેડિકેડ હેલ્થકેર પ્રોગ્રામ તેમજ 4.2 કરોડથી વધુ અમેરિકનો દ્વારા ઉપયોગમાં લેવાતા ફૂડ સહાય કાર્યક્રમ સ્નેપનો સમાવેશ થાય છે. જોકે રિપબ્લકનોમાં જ આ મામલે ભારે વિરોધ હતો. જોકે ટ્મ્પે ખાનગીમાં સાંસદોને દબાણપૂર્વક સમજાવી દીધું કે તેઓ તેમના વાંધાઓ બાજુએ મુકી દે અથવા પરિણામો માટે તૈયાર રહે.

ડેમોક્રેટ્સે બિલનો આકરો વિરોધ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે કાપને કારણે ઓછી આવક ધરાવતાં કરોડો અમેરિકનોને વધુ નકસાન કરશે. ન્યૂયોર્કના એક ડેમોક્રેટ્સ માઇનોરિટી લીડર હકીમ જેફરીઝે જણાવ્યું હતું કે પઆનાથી બાળકોને અસર થશે. નર્સિંગ હોમ કેસ અને હોમ કેર માટે મેડિકેડ પર આધાર રાખવા વૃદ્ધ અમેરિકનોનું જીવન દુશ્કર બનશે.

જોકે, આ કાયદાથી આગામી નાણાકીય વર્ષમાં યુએસના દેવામાં 5.2 ટ્રિલિયન (:3.9 ટ્રિલિયન)નો ઉમેરો થવાનો અને બજેટ ખાધમાં લગભગ 600 બિલિયનનો વધારો થવાનો અંદાજ છે.સેનેટને પણ બિલને મંજૂરી આપવી પડશે. જોકે તે પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કરી શકે છે. જો ત્યાં સાંસદોમાં આવી જ સ્થિતિ રહી તો ફરીથી વધુ એક હાઇ-સ્ટેક્સ મતદાન માટે ગૃહમાં પાછો ફરશે. જેમાં ખોટું થવાની સંભાવના છે.

એક અન્ય ફેરફારમાં ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટનો સમાવેશ થાય છે. જે 2028 સુધી વધારીને 2,500 ડોલર કરાઇ છે. પરંતુ સોશિયલ સિક્યોરિટી નંબર્સ ધરાવતા હોય તેમના બાળકોને જ તેનો લાભ મળશે. આમાં અમેરિકન નાગરિકો હોય પરંતુ દસ્તાવેજો ન હોય તેવા અનેક પરિવારો તેનાથી વંચિત રહી જશે. આ બિલમાં સરહદે અનેક પગલા માટે 12 અબજ ડોલરની ફાળવણીની જોગવાઇ કરાઇ છે.

ભારતીયોને 1000 ડોલર સામે 50 ડોલર વેરો ચૂકવવો પડશે

બિલ પસાર થવાને કારણે અમેરિકામાં ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી છે. અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકો જો વિદેશોમાં નાણાં મોકલશે તો તેમને તે રકમ પર પાંચ ટકા ટેક્સની ચુકવણી કરવી પડશે. મતલબ તેઓ 1,000 ડોલર મોકલે છે તો તેમને 50 ડોલર ટેક્સપેટે ચુકવવાના રહેશે. આ નોન-સિટીઝન્સમાં ગ્રીનકાર્ડ હોલ્ડર્સ અને એચ-1બી અને એચ-2એ વિઝા પર કામ કરતાં લોકોનો પણ સમાવેશ થાય છે. આનો અમલ ચોથી જુલાઇ, 2025થી થશે. વિશ્વ બેન્કના આંકડા મુજબ ભારતને 2024માં 129 અબજ ડોલરનું રેમિટેન્સ મળ્યું હતું. જેમાં 28 ટકા રકમ તો અમેરિકામાંથી જ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *