જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો, ભાજપમાંથી રાજીનામાં આપીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત જોડાયા

Spread the love


અમદાવાદ

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના ભાજપા માંથી રાજીનામું આપી રાજકીય – સામાજિક આગેવાનો અને કાર્યકરોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે નાગરિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે.
કોળી વિકાસ સંગઠન ગુજરાત સ્થાપક અને આમ આદમી પાર્ટી ના જિલ્લા સંયોજક શ્રી મુકેશભાઈ રાજપરા, ખેડૂત સેવા સંગઠન ગુજરાત પ્રમુખ શ્રી જયંતીભાઈ ગોહિલ, પૂર્વ વિંછીયા ભાજપ શહેર પ્રમુખ શ્રી અરવિંદભાઈ રાજપરા, પૂર્વ ભાજપ સરપંચ વિંછીયા શ્રી મનુભાઈ રાજપરા, ભાજપ અખિલ ભારતીય કોળી સમાજ અગ્રણી શ્રી રસિકભાઈ રોજાસરા, પૂર્વ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ગોરધનભાઈ તાવિયા, ભાજપ કોળી વિકાસ સંગઠન ગુજરાતના ટ્રસ્ટી શ્રી ભગીરથભાઈ વાલાણી, ભાજપ પેજ પ્રમુખ શ્રી લાલાભાઇ રાજપરા, શ્રી રાજુભાઈ બારૈયા, ભાજપ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ જોગરાજીયા, ભાજપ સરપંચ, બંધાણી શ્રી હંસરાજભાઈ ભાલાણ, પૂર્વ ભાજપ ગધાડા સરપંચ શ્રી બાબુભાઈ મામૈર્યા, પ્રમુખ ભાજપ કોળી વિકાસ સંગઠન ગુજરાત શ્રી ભૂપતભાઈ ગોરધનભાઈ સહીત ૩૦ થી વધુ આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ‘હાથ સે હાથ જોડો’ અભિયાનના કન્વીનર, પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રવક્તા ડૉ, નીદિત બારોટ, પૂર્વ ધારાસભ્ય શ્રી ભોળાભાઈ ગોહિલ, જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા શ્રી મનસુખભાઈ સાકરીયા, શ્રી અવસરભાઈ નાકીય, શ્રી પ્રવીણભાઈ ગાબુ, વિપુલભાઈ બાવળિયા, સુરેશભાઈ ગીડા, શ્રી અરવિંદભાઈ સલસાનીયા, શ્રી ધીરુભાઈ સાયાણી, શ્રી વિનુભાઈ મેનિયા, શ્રી રણજીતભાઈ ગોહિલ અને જ્યોતિબેન રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com