ભત્રીજા દુઃખી મહિલાના બન્યા ભાઈ, પાંચ લાખ માંગનારા
તોડબાજ, ખંડણીખોર સામે ગૃહ રાજ્યમંત્રીનું એક્શન, ૪૦૦ ના ધક્કાએ પ લાખ બચાવ્યા


ગાંધીનગર
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જરા હટકે છે, છોટા પોકેટ બડા ધમાકા તેમ છેવાડાના માનવીના પ્રશ્નોને પણ પ્રાધાન્ય આપે, ઈમેલથી લઈને whatsapp સોશિયલ મીડિયામાં પણ ફરિયાદોનું નિરાકરણ લાવી દે, ત્યારે હમણાં રાજકોટ થી ભાડું ખર્ચીને ગૃહ રાજ્યમંત્રીને મહિલા મળવા આવી અને પોતાની દીકરી સાથે જે એક વર્ષથી પ્રશ્ન ટલ્લે ચડ્યો હતો અને પોતે માનસિક ત્રાસ પત્રકારનો ભોગવતા હતા, ત્યારે ગૃહ રાજ્યમંત્રીને મળ્યા બાદ ફરીયાદ સાંભળી અને લેખિતમાં મને ફરિયાદ આપો તેમ જણાવ્યું, ત્યારે મેં ફરિયાદ ઈ-મેલથી ઘરે જઈને કરી હતી, ત્યારબાદ જે મારું કામ થયું તે ખરેખર ગૃહ રાજ્યમંત્રી આવા હોવા જોઈએ તેવું અમીશાબેન વૈધ (રાજકોટ વાળા) કહી રહ્યા છે,
પ્રાપ્ત વિગતોનુંસાર તથા તેમના વીડિયોમાં સાંભળ્યા બાદ રાજકોટમાં વૈદ્ય બિલ્ડર્સ તરીકે પોતે પતિ સાથે કન્સલ્ટિંગનું કામ કરે છે અને તેમના દૂરના સગાની પાસેથી સો વારનો પ્લોટ લીધો હતો જેમાં બીજા સો વારના પ્લોટમાં બાંધકામ શરૂ કરેલ, ત્યારે એક પત્રકાર ત્યાં આવીને ચાર ફોટા પાડીને જતા રહ્યા, અમારું કામ કન્સ્ટ્રક્શનનું ચાલુ હતું, ત્યારે મનપાના કર્મચારીઓ, અધિકારીઓ ત્રાટક્યા અને અત્યારે કામ બંધ કરો, કારણ કે તમારા વિરુદ્ધ ફરિયાદ મળી છે, અમે પ્લાન મુકેલો હતો પણ જે વ્યક્તિના નામનો પ્લોટ હતો તે ગુજરી ગયા બાદ વિધિ અને બીજા કામોના કારણે ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ પ્લાન મુકતા ભારત હેડ લાઈનવાળા પત્રકાર દ્વારા અમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને બાંધકામ તોડી નાખવા જણાવેલ, ત્યારે હું તેમની ઓફિસે રૂબરૂ મળવા ગઈ અને મને જણાવેલ કે તમારું બાંધકામ તોડાવી નાખીશ, મેં પછી પૂછ્યું રસ્તો શું? ત્યારે તેણે પાંચ આંગળી ઊંચી કરી એટલે મેં 5,000 તો કહે, 50000 ના, પાંચ લાખ પછી તેણે અંગૂઠો આમ કર્યો, ત્યારે મેં તેમને આજીજી કરી કે ભાઈ તમે અરજી પાછી ખેંચી લો નાનું મકાન છે, એટલે મને ધમકાવવા લાગ્યો અને પછી કહે તોડાવી નાખીશ, ત્યારે મેં નક્કી કર્યું કે પાંચ લાખ તો નથી નથી આપવા, પણ ઇમ્પેક્ટ ફીનો કાયદો આવશે, ત્યારે પૈસા ભરી દઈશું, અને દર વખતે સરકાર આવો કાયદો લાવે છે, પછી મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને મહાનગરપાલિકામાં ફરિયાદ કરી પણ નિયમોના ગૂંચળામાં મને ફેરવી રાખી ત્યારબાદ મેં નક્કી કર્યું કે મેં અખબારોમાં વાંચ્યું હતું ગૃહ રાજ્યમંત્રી વિશે જેથી મેં એક ચાન્સ લઈને ગૃહ રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા ગાંધીનગર હું અને મારી દીકરી સાથે પહોંચી હતી, અનાયાસે ગૃહ રાજ્યમંત્રી અમને મળી ગયા અને મેં મારી ફરિયાદ વિશે વાત કરી,અને પત્રકારના ત્રાસ અને પાંચ લાખની ખંડણીની વાત કરતા તેમણે જણાવેલ કે બેન તમે લેખિતમાં મને અરજી આપો અને મેં અરજી આપી તથા ઘરે જઈને ઈ-મેલ કર્યો, ત્યારબાદ જે કામ એક વર્ષમાં નહોતું થયું તે કામ સાત દિવસમાં મને રિઝલ્ટ મળ્યું અને જે પત્રકારે RTI કરીને અરજીઓ કરતા હતા તે ખંડણીખોરની ક્યાંય અરજીઓ પણ દેખાતી ન હતી અને મહાનગરપાલિકા ખાતેથી ગાયબ થઈ ગયા હોય તેવું સાંભળવા મળ્યું હતું, ત્યારે અમીશાબેન પોતે કહી રહ્યા છે કે, ગૃહ મંત્રી હોય તો આવા હોવા જોઈએ, ‘‘છોટા પોકેટ બડા ધમાકા’’ જ્યારે મને ગૃહ રાજ્યમંત્રી સાંભળી રહ્યા હતા, ત્યારબાદ બેન તમારું કામ થઈ જશે, ચિંતા ના કરો, મને હતું તેના કરતાં વિશેષ કામ અને પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું તેની મને ખુશી છે,
તમે લેખિતમાં ફરિયાદ આપો, હું તપાસ કરાવી લઉં છું, તમને ન્યાય મળશે, ચિંતા ના કરો, તોડબાજ ખંડણીખોર સામે બેન તમે ફરિયાદ કરવા આવ્યા, આટલા દૂરથી તો મારી પણ ફરજ છે : ગૃહ રાજ્યમંત્રી
પત્રકારે પાંચ આંગળી કરી મેં પૂછ્યું 5 હજારના , 50,000ના 5 લાખ? ત્યારે મેં નક્કી કર્યું કે આવું મારી સાથે બન્યું તો ઘણાને આ તકલીફો હશે જ ડોશી મરે પણ જમ ઘરના ભાળી જાય, ત્યારે ગૃહ રાજ્યમંત્રીને ત્યાંથી મને ઝડપી ન્યાય મળ્યો તેની ખૂબ જ ખુશી છે
મહિલા પોતે અમીશાબેન કહી રહ્યા છે કે ખંડણીખોરો, તોડબાજો તમને હેરાન કરતા હોય તો ફરિયાદ કરવા આગળ આવો, આવા ગૃહ રાજ્યમંત્રી નહીં મળે બાકી સુરતમાં અનેક ખંડણીખોરોને જેલમાં ધકેલ્યા છે, તે પણ મેં અખબારમાં વાંચ્યું હતું, ત્યારબાદ મેં ફરિયાદ કરવા રાજકોટથી ગાંધીનગર આવી પણ મને ₹400 નો ધક્કાએ પાંચ લાખ બચાવ્યા,