ભુજમાં વડાપ્રધાનશ્રીના હસ્તે ₹53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Spread the love

 

26 તારીખે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન

કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસકાર્યો સામેલ
કચ્છ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહિસાગર જિલ્લાને મળશે ભેટ

ગાંધીનગર, 24 મે, 2025: ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવશે. 26 અને 27 મે, 2025 દરમિયાન તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન 26 તારીખે ભુજમાં વડાપ્રધાનશ્રીના હસ્તે ₹53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ભુજમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ,પાવરગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના કુલ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

લોકાર્પણ થનારા વિકાસકાર્યો

• જામનગરમાં 220/66 કે.વી. બાબરઝર સબસ્ટેશન
• જામનગરમાં 132/66 કે.વી. કાનસુમરા સબસ્ટેશન
• અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથમાં 66 કે.વી. HTLS ટ્રાન્સમિશન લાઇનો
• મોરબીમાં 11 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ – જાંબુડિયા વિડી
• કચ્છ જિલ્લાના મંજલમાં 10 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ
• કચ્છ જિલ્લાના લાકડિયા ખાતે 35 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ
• જામનગર જિલ્લાના બાબરઝરમાં 210 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ
• કચ્છમાં લાયજા-બાડા-માપર-મોડકુબા-લઠેડી-સાંધાણ-સુથરી રોડનું વિસ્તરણ અને મજબૂતીકરણ.
• ભિરંડીયારા-હોડકો-ધોરડો ટેન્ટ સિટી માર્ગનું વિસ્તરણ અને મજબૂતીકરણ
• બનાસકાંઠા-સંખારી પ્રોજેક્ટ – ATC વધારવા માટે ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તાર
• કંડલા ખાતે ઓઇલ જેટી નં. 8
• કંડલામાં કાર્ગો જેટી વિસ્તારમાં ડોમ અને ટ્રાન્ઝિટ સ્ટોરેજ ગોડાઉન્સ
• અદિપુરથી કાર્ગો બર્થ 16 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 141 સુધી માટે વધારાની રોડ કનેક્ટિવિટી
• કંડલામાં EXIM કાર્ગોના સ્ટોરેજ માટે પોર્ટ વિસ્તારનું વિસ્તરણ
• ટ્યુના-ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ માટે કોમન કનેક્ટિવિટી
• ગોપાલપુરીની પોર્ટ કોલોનીમાં ડી ટાઇપ ક્વાર્ટર્સ
• ગાંધીધામની ડી.પી.એ. પ્રશાસનિક કચેરીમાં સેંટર ઓફ એક્સલન્સ
• માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારનો વિકાસ અને સુવિધાઓ

ખાતમુહૂર્ત થનારા વિકાસકાર્યો
• ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠા માટે ±800 કે.વી. HVDC પ્રોજેક્ટ
• ખાવડા રીન્યુએબલ પાર્કમાંથી વધારાની 7 GW વીજ પુરવઠા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ
• કચ્છ: 400/220 કે.વી. મેવાસા સબસ્ટેશન
• અમદાવાદ: 400/220 કે.વી. ધોલેરા-2 સબસ્ટેશન
• તાપી : 800 મેગાવોટ અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનિટ, ઉકાઈ
• તાપી: ઉકાઈ ખાતે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ માટે નવા માર્શલિંગ યાર્ડનું રીમોડેલિંગ
• મહિસાગર: કડાણા હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટના 60 મેગાવોટ યુનિટ માટે પમ્પ મોડ ઓપરેશન
• કચ્છના ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક
• કચ્છમાં પાલાસવા-ભીમસર-હમીરપુર-ફતેગઢ સીસી રોડ નિર્માણ
• કચ્છમાં કોટડા-બિટ્ટા રોડનું મજબૂતીકરણ
• ભુજથી નખત્રાણા સુધી ચાર લેન હાઇ સ્પીડ કોરિડોર
• કચ્છના અબડાસામાં ગ્રુપ ઇમ્પ્રુવમેન્ટ વોટર સપ્લાય યોજના
• કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ
• કંડલા પોર્ટ ખાતે હાયપરલૂપ પોડ ટેક્નોલોજી
• કંડલામાં 3 રોડ ઓવર બ્રિજ (ROB) નું નિર્માણ અને 6 લેન માર્ગોમાં સુધારો
• ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ

આ વિકાસકાર્યોથી કચ્છ અને રાજ્યના અન્ય જિલ્લાઓની વિકાસયાત્રાને વધુ વેગ મળશે અને વડાપ્રધાનશ્રીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત વધુ મજબૂતીથી આગળ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *