ગાંધીનગર શહેરમાં આવતી કાલે સવારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સિંદૂર સન્માન યાત્રાનાં રૂટનું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું.
જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા મેયરશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા કલેકટરશ્રી, ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશનરશ્રી તેમજ ગાંધીનગર એસ.પીશ્રી સહિત અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

