
દેશના પાટનગર દિલ્હી નજીક આવેલા નોઈડામાં ફરી એકવાર કોરોના વાયરસનું સંક્રમણ વધતું જાેવા મળી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ૮ નવા કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ કરવામાં આવી છે, જેના કારણે કુલ સક્રિય કેસોની સંખ્યા ૯ પર પહોંચી ગઈ છે. તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે અને ૭ દિવસ બાદ તેમનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. આગામી દિવસોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ૮ નવા દર્દીઓમાં સેક્ટર-૧૧૯ના ૪૩ વર્ષીય એક દર્દી ૨૧ મેના રોજ ચેન્નાઈથી પરત ફર્યા હતા. અન્ય તમામ દર્દીઓ નોઈડા અને ગ્રેટર નોઈડાના રહેવાસી છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં પાંચ મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. જેમની ઉંમર ૨૪ થી ૭૧ વર્ષની વચ્ચે છે. તેમના સંપર્કમાં આવેલા કોઈ પણ વ્યક્તિમાં કોરોના સંક્રમણના લક્ષણો જાેવા મળ્યા નથી, તેથી તેમના સેમ્પલ લેવામાં આવ્યા નથી. જાેકે, લક્ષણો દેખાશે તો તેમની પણ કોરોના સંક્રમણની તપાસ કરવામાં આવશે.
તમામ દર્દીઓમાં ખાનગી લેબ અથવા હોસ્પિટલમાંથી બીમારીની પુષ્ટિ થઈ છે. આ પૈકી એક દર્દી ૨ દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા, જે હવે હોમ આઈસોલેશનમાં છે. આ પહેલાં બે દિવસ પૂર્વે શનિવારે એક પપ વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત મળી આવી હતી.
જિલ્લા સર્વેલન્સ અધિકારી ડો. ટીકમ સિંહે જણાવ્યું હતું કે, તમામ દર્દીઓની સારવાર ઘરે જ ચાલી રહી છે. જીનોમ સિક્વન્સિંગ માટે ખાનગી હોસ્પિટલો પાસેથી સંક્રમિત દર્દીઓના એક-એક સેમ્પલ મંગાવવામાં આવ્યા છે. આ સેમ્પલ દિલ્હી અથવા લખનઉ મોકલવામાં આવશે, જેથી કોરોના વાયરસના વેરિઅન્ટ વિશે માહિતી મળી શકે. ૭દિવસ બાદ દર્દીઓની ફરીથી તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ મુજબ આગળની સારવાર ચાલુ રહેશે. કોરોનાની બીજી લહેર બાદ ૨૦૨૨માં નિર્મિત જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં સ્થાપિત તમામ સાત ઓકિસજન
પ્લાન્ટ કાર્યરત સ્થિતિમાં છે. આ પ્લાન્ટ્સનું લગભગ એક મહિના પહેલા મોક ડ્રીલ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું
હતું. આ ઓક્સિજન પ્લાન્ટ દાદરી, બિસરાખ, જેવરના સામુદાયિક કેન્દ્રો ઉપરાંત જિલ્લા હોસ્પિટલ, જીમ્સ, ઇએસઆઈસી હોસ્પિટલ અને ચાઈલ્ડ પીજીઆઈમાં પણ ઉપલબ્ધ છે. જિલ્લા હોસ્પિટલમાંથી એક કોરોના શંકાસ્પદ દર્દીનો સેમ્પલ તપાસ માટે ચાઈલ્ડ પીજીઆઈ મોકલવામાં આવ્યો છે.
હાલમાં, જિલ્લા હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ વિનામૂલ્યે લેવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલો અને લેબમાં પહેલાથી જ આ પરીક્ષણ થઈ રહ્યું છે. આરોગ્ય વિભાગનો દાવો છે કે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં એક દિવસમાં એક અલગ પ્રવેશ અને નિ: ધરાવતો વોર્ડ તૈયાર કરવામાં આવશે. જાેકે, હજુ સુધી કોરોના સંબંધિત કોઈ નવી માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ) જારી કરવામાં આવી નથી. જાે સમયસર ગાઈડલાઈન્સ જારી નહીં કરાય તો આગામી દિવસોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી શકે છે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.