Ambalal Patel Agahi: આ વર્ષે નૈઋત્યના ચોમાસાનું કેરળમાં 8 દિવસ વહેલું આગમન થઈ ચૂક્યું છે. હવે ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે અને હાલ મહારાષ્ટ્રમાં દસ્તક આપી છે. જેના પગલે મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. એવું કહેવાય છે કે, છેલ્લા 35 વર્ષોમાં પહેલી વાર મહારાષ્ટ્રમાં આટલું વહેલું ચોમાસું આવ્યું હોય.
મહારાષ્ટ્રમાં ચોમાસું પ્રવેશ કરે, તે સાથે જ તેને અડીને આવેલા ગુજરાત રાજ્યમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવે ચોમાસું ગુજરાતની નજીક પહોંચવાની શક્યતા રહેશે. આગામી 10મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે. જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે.
જ્યારે 7 થી 9 જૂન સુધી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન દરિયો ભારે તોફાની બની શકે છે. આગામી 28 થી 30 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, વડોદરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 30 અને 1 જૂન સુધીમાં પણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠ અને બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું પ્રમાણ રહેશે.
આ દિવસોમાં પશ્ચિમી વિક્ષોપની અસરના ભાગરુપે ઉત્તર ભારતમાં 80 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાના કારણે ઉભા પાકો પર અસર થઈ શકે છે.