ગાધીનગરમાં PM મોદીએ સંબોધન કરતા અટલ બ્રિજને લઈ કહ્યું કે, ‘અમદાવાદમાં અટલ બ્રિજ બનાવ્યો છે, ત્યાં મને ઉદ્ઘાટન માટે બોલાવવાાં આવ્યો હતો, કેટલાક કાર્યક્રમો હતો એટલે મને થયું કે, ચલો આપણે પણ અટલ બ્રિજ જોવા જઈએ, ત્યારે હું અટલ બ્રિજ પર ચાલવા માટે ગયો અને ત્યાં જોયું તો કેટલાક લોકોએ પાનની પિચકારી મારેલી હતી. વધુમાં કહ્યું કે, ‘હજુ તો ઉદ્ઘાટન બાકી હતો પરંતુ કાર્યક્રમ થઈ ગયો હતો, ત્યારે મેં કહ્યું કે, આના પર ટિકિટ લગાવો, ત્યારે તમામ લોકો આવી ગયા અને કહેવા લાગ્યા કે, ચૂંટણી છે, અને થોડા ટાઈમમાં ચૂંટણી પણ હતી.
તેમણે કહ્યું કે, ટિકિટ નહી લગાવી શકીએ’
‘બીજા દિવસે કોલ કરીને પૂછ્યું કે, કે ટિકિટનો શુ થયું?’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘મેં આ લોકોને કહ્યું કે, ટિકિટ લગાવો બાકી તમારો આ અટલ બ્રિજ ખરાબ થઈ જશે, પછી હું દિલ્હી ગયો અને બીજા દિવસે કોલ કરીને પૂછ્યું કે, કે ટિકિટનો શુ થયું ? અને કહ્યું કે, એક પણ દિવસ ટિકિટ વગર ન ચાલવો જોઈએ’, આમ મારૂ માન-સન્માન રાખે છે અને તેમણે ટિકિટ લગાવી દીધી, આજે ટિકિટ પણ છે અને ચૂંટણી પણ જીત્યા છીએ અને તે અટલ બ્રિજ પણ ચાલી રહ્યો છે. વધુમાં કહ્યું કે, ‘મેં કાંકરિયાનું પુનઃ નિર્માણનું કામ કર્યું અને તેમા પણ ટિકિટ લગાવી, તો કોંગ્રેસે આંદોલન કર્યું, કોર્ટ સુધી પહોંચી ગયા. પરંતુ એ નાનકડા પ્રયાસે આજે કાંકરિયાને બચાવીને રાખ્યું છે’
‘ડગલુ ભર્યું તો ન હટવું..’
તેમણે કહ્યું કે, ‘અર્બન ડેવલપમેન્ટ વર્ષ માટે જ્યારે દબાણો તોડાવાના હતા, ત્યારે અમારી પાર્ટીના લોકોએ મને કીધુ હતું કે, આપણને નુકસાન થશે, પરંતુ એકવાર નિર્ધાર કર્યો પછી પાછો નહી ફરતો. કારણે કે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે ‘ડગલુ ભર્યું તો ન હટવું..’ વધુમાં કહ્યું કે, ‘કાંકરિયા તળવાના વિકાસ વખતે તો કોંગ્રેસ છેક કોર્ટમાં પહોંચી હતી. પણ આજે કાંકરિયા ફરવા માટે આખુ ગુજરાત આવે છે’
‘દેશ ઇચ્છે છે કે આ ઓલિમ્પિક ગુજરાતમાં થાય’
PMએ કહ્યું કે, ‘હવે આપણે વિકસિત ભારતનો સંકલ્પ લેવાનો છે. વર્ષ 2035માં ગુજરાતને 75 વર્ષ થશે ત્યારે ગુજરાત ક્યાં પહોંચશે એ જોજો. ગુજરાત 75 વર્ષનું થશે એના એક વર્ષ પછી જ ઓલિમ્પિક થશે. દેશ ઇચ્છે છે કે આ ઓલિમ્પિક ગુજરાતમાં થાય’