
નિવૃત્તિના બે દિવસ પહેલા એન્જિનિયરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતા અને 2 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ઘટના ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં બની હતી જ્યાં વિજિલન્સ ટીમે ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગીના સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. અપ્રમાણસર સંપત્તિના કેસમાં કાર્યવાહી કરતા, વિજિલન્સ ટીમે રાજધાની ભુવનેશ્વર સહિત મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગીના બે સ્થળોએથી રોકડા રિકવર કર્યા હતા.
નોંધનીય છે કે અંગુલમાં ચીફ એન્જિનિયર વૈકુંઠનાથ સારંગીના ઘરેથી 90 લાખ રૂપિયા અને રાજધાનીમાં તેમના નિવાસસ્થાન પરથી 1.10 કરોડ રૂપિયા મળી આવ્યા છે. અંગુલ, પુરી, કટક અને હૈકાનાલના વિજિલન્સ વિભાગો દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યો હતો. શુક્રવારે, અંગુલમાં વૈકુંઠનાથ સારંગીના નિવાસસ્થાન અને રાજ્યમાં અન્ય ત્રણ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગી બે દિવસ પછી તેમના પદ પરથી નિવૃત્ત થવાના હતા. આ દરમિયાન, વિભાગ દ્વારા આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર અનુસાર, વિજિલન્સ ટીમ વૈકુંઠનાથ સારંગીના ઘરે પહોંચતાની સાથે જ મુખ્ય ઇજનેરએ રોકડના બંડલ ફેંકવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયા. વિજિલન્સ ટીમે તે પૈસાનો કબજો પણ લઈ લીધો છે. આ અચાનક દરોડામાં પોલીસ વિભાગના ઘણા લોકો સામેલ હતા. સમાચાર અનુસાર, આઠ ડીએસપી, 12 ઇન્સ્પેકટર, છ એસઆઈ અને ઘણા અન્ય પોલીસકર્મીઓ સામેલ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અંગુલના સ્પેશિયલ જજ, વિજિલન્સ દ્વારા જારી કરાયેલ સર્ચ વોરંટ હેઠળ આ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરોડા ક્યાં-ક્યાં પડ્યા?
અંગુલમાં બે માળનું ઘર
ભુવનેશ્વરમાં એક ફ્લેટ
પુરીના સિઉલામાં એક ફ્લેટ અંગુલમાં એક સંબંધીનું ઘર અંગુલમાં સારંગીનું પૈતૃક ઘર અંગુલમાં બે માળનું પૈતૃક ઘર
સારંગીની સરકારી ઓફિસ