
અમદાવાદ
અમદાવાદમાં દયા ડાકણને ખાય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિથી પીડિત એ મહિલા જેના પર દયા ખાઇને તેને ઘરઘાટીની નોકરી આપી હતી..એ મહિલાએ જ ઘરમાં હાથ સાફ કર્યો. ..ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ધરા પટેલ તેમના પતિ હરીન પટેલ તથા બાળકો સાથે 22 મેના રોજ દ્વારકા ગયા હતા અને 25 મેના રોજ રાત્રે 9 વાગ્યે ઘરે પાછા આવ્યા હતા. તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને ઘરમાં ચોરી થયાનો ખ્યાલ આવ્યો હતો. તપાસ કરતા ઘરમાંથી કુલ 19 લાખથી વધુની રોકડ અને દાગીના પર હાથ સાફ થયો હોવાની જાણ થઇ હતી. જે બાદ તેમણે એલિસબ્રિજ પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને આરોપી ઘરઘાટીની ધરપકડ કરી હતી. પોલીસે ચોરી કેસમાં શકાસ્પદ ઘરઘાટી ભૂમિકા સોલંકીની પૂછપરછ શરૂ કરી હતી .તેની તપાસમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે.. પોલીસે ચોરીના સોનાના મુદ્દામાલ અને રોકડ રૂપિયા 50 હજાર કબ્જે કર્યા છે.. મોજશોખ પુરા કરવા ઘરઘાટી મહિલાએ ઘરમાંથી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.