USA મેડિકલ ઈન્ડસ્ટ્રીમાં એક બહુ જ જાણીતું નામ છે. દર્દીઓ માટે એડવાન્સ્ડ ટેક્નોલોજી લાવવામાં તત્પર સ્ટ્રાઈકરની ખાસ દેન છે MAKO સ્માર્ટ રોબોટિક્સ
અમદાવાદ
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં મેગા હેલ્થ ટોકનું આયોજન કર્યું હતું; આ પરિસંવાદમાં વૈષ્ણવ સંપ્રદાયનાં વિવિધ ગ્રૂપના લોકોએ ભારે ઉમળકાભેર ભાગ લીધો હતો. મેડિકલ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીને અપનાવવામાં અને તેમાં પ્રથમ સ્થાન મેળવતા રોબોટિકસનો ઉપયોગ ઝાયડસે ખૂબ જ આવકાર પૂર્વક કર્યો છે. ખુબ જ ચોક્કસ પરિણામો આપતી રોબોટ આસિસ્ટેડ સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સંબંધિત હાડકાંની દરેક સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વર્ષોથી કાર્યરત સ્ટ્રાઈકર, USA મેડિકલ ઈન્ડસ્ટ્રીમાં એક બહુ જ જાણીતું નામ છે. દર્દીઓ માટે એડવાન્સ્ડ ટેક્નોલોજી લાવવામાં તત્પર સ્ટ્રાઈકરની ખાસ દેન છે MAKO સ્માર્ટ રોબોટિક્સ.
પોતાના ક્ષેત્રમાં સતત નવી નવી ટ્રેનિંગ અને ટેક્નિક શીખીને તેનાં સદુપયોગ દ્વારા ઝાયડસના નિષ્ણાંત ઓર્થોપેડિક સર્જન્સની ટીમના ડૉ. યતીન દેસાઈ, ડૉ. સતીશ પટેલ, ડૉ. સમીર નાણાવટી, ડૉ. મૌલિક પટવા, ડૉ. તેજસ ઠક્કર સમાજની સુખાકરી માટે નિરંતર પ્રયત્નશીલ છે. આ હેલ્થ ટોકમાં ડૉ. સતીશે વર્તમાન તબક્કામાં થતી ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં રોબોટનો રોલ, આને ખાસ કરીને રિવિઝન ની (ઘૂંટણ) રિપ્લેસમેન્ટ સર્જરીમાં તેની ભૂમિકા વિશે અને ડૉ. સમીરે પરંપરાગત રીતે થતી પાર્શીયલ (આંશિક) ની રિપ્લેસમેન્ટ/ માઇક્રોપ્લાસ્ટિથી અને તે જ સર્જરી રોબોટિક્સથી કેવી રીતે થાય, તેનાં ફાયદા અને તેની મદદથી ઘૂંટણની અંદરના ભાગના રિપ્લેસમેન્ટ વિશે જણાવ્યું. તો ડૉ. મૌલિકે, રોબોટ અને પરંપરાગત પદ્ધતિથી થતા ટોટલ ની રિપ્લેસમેન્ટના તફાવત વિશે તેમજ ડૉ. તેજસે ઓર્થોપેડિક ટ્રોમા / ફ્રેક્ચર દરમિયાન થતી ઈજાઓ, તેને લગતી સમસ્યાનો સરળ ઉકેલ, દર્દીને જલ્દીથી ચાલતાં કરી શકવાથી લઈને ઓસ્ટિયોપોરોસિમાં ઉંમરના લીધે હાડકાં નરમ બનવાની પ્રક્રિયાને કેવી રીતે અટકાવી શકાય અને રોજિદા જીવનમાં આહાર, વ્યાયામથી કેટલો ફાયદો થઇ શકે તેની માહિતી આપી.
આ સંવાદમાં ભાગ લેનાર અમદાવાદ VYO વુમન વીંગ, વિસામો સિનિયર સિટીઝન સંગઠન, શ્રી સમીરી વણિક સમાજ અને સદવિચાર પરિવાર સિનિયર સિટીઝન ગ્રૂપના અગ્રણીઓએ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે “હોસ્પિટલના કન્સલ્ટેશનમાં દર્દી પોતાની વ્યક્તિગત સમસ્યા જ રજૂ કરે છે જ્યારે ઝાયડસ હોસ્પિટલ આયોજિત આ કાર્યક્રમમાં ડોકટર્સે ઓર્થોની દરેકને લગતી મહત્વની અને લેટેસ્ટ માહિતી વિસ્તૃત રીતે આટલી વિશાલ સંખ્યામાં લોકોને સમજાવી છે.”

