આજે સાંજે લગભગ સાત વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વરસાદી છાંટા પડતા પીચને કવરથી ઢાંકવામાં આવી
આજે સાંજના આઠ વાગ્યા સુધી પીચ પર કવર ઢાંકેલા હતા ત્યારે પિચ પર કવર હટાવી પિચ નિષ્ણાતો એ પિચ નું નિરીક્ષણ પણ કર્યું હતું .
ક્વાલિફાયર ૨ મેચ પહેલા પંજાબ કિંગ્સના ખેલાડીઓએ વાદળછાયા વાતાવરણમાં પ્રેક્ટિસ કરી હતી
પ્રફુલ પરીખ દ્વારા
અમદાવાદ
આવતીકાલે રવિવારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે રમાનારી ક્વાલિફાયર ૨ મેચ પહેલા આજે સાંજે લગભગ સાત વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વરસાદી છાંટા પડતા પીચને કવરથી ઢાંકવામાં આવી હતી.પરંતુ PBKS પ્રેક્ટિસ ચાલુ રાખી હતી
આવતીકાલ રવિવારે IPL ની મહત્વની ક્વાલિફાયર ૨
મેચ પહેલા પંજાબ કિંગ્સના ખેલાડીઓએ વાદળછાયા વાતાવરણમાં પ્રેક્ટિસ કરી હતી વરસાદી છાંટા પડતા છતાં PBKS ના બોલર સહિત ખેલાડીઓએ ફિલ્ડીંગ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી .આજે સાંજના આઠ વાગ્યા સુધી પીચ પર કવર ઢાંકેલા હતા ત્યારે પિચ પર કવર હટાવી પિચ નિષ્ણાતો એ પિચ નું નિરીક્ષણ પણ કર્યું હતું .
PBKS vs MI IPL 2025 Qualifier 2 ની અંતિમ સફર હવે અમદાવાદમાં પહોંચી ગઇ છે. મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને હરાવીને ક્વોલિફાયર-2 માં આઇપીએલ માં પાંચમી વખત જગ્યા બનાવી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વોલિફાયર 1 માં પંજાબ કિંગ્સને હરાવીને પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે. બાકીને બંને મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
1 જૂને રવિવારે સાંજે સાડા સાત વાગ્યે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ફાઈનલની ટિકિટ માટે મેદાનમાં ઉતરશે. મુંબઈ ઈન્ડિયન્સ માટે ક્વોલિફાયર-2માં પંજાબને હરાવવું સરળ ન રહેશે. બંને ટીમો IPLમાં કુલ 33 મેચો રમ્યાં છે, જેમાંથી 17માં મુંબઈ ઈન્ડિયન્સ જીત મેળવી ચૂકી છે, જ્યારે 16 મુકાબલાઓમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે લીગ સ્ટેજમાં પણ મુંબઈ પંજાબ સામે જીત મેળવી શકી નહોતી.
IPLમાં વર્ષ 2011થી પ્લેઓફ મુકાબલાઓની શરૂઆત થઈ હતી. ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સે ચાર વાર ક્વોલિફાયર-2 મેચ રમી છે. આ દરમિયાન તેને 2 મુકાબલાઓમાં જીત મળી છે અને 2 વખત હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ખાસ વાત એ છે કે જ્યારે પણ મુંબઈ ઈન્ડિયન્સે ક્વોલિફાયર-2 મેચ જીતી છે, ત્યારે તે ફાઈનલમાં પણ પોતાનું નામ નોંધાવવામાં સફળ રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013માં ક્વોલિફાયર-2માં રાજસ્થાનની ટીમને હરાવી હતી ત્યારબાદ ફાઇનલમાં CSKને હરાવીને ખિતાબ જીતી લીધો હતો. તે જ રીતે, વર્ષ 2017માં પણ તેણે ક્વોલિફાયર-2 જીત્યો હતો અને પછી ફાઇનલમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટને હરાવ્યું હતું. જ્યારે છેલ્લીવાર, મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2023ના IPLમાં ક્વોલિફાયર-2 મુકાબલો રમ્યો હતો જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
આજે સાંજે વરસાદ બાદ
જો આવતીકાલની મુંબઈ-પંજાબ મેચમાં વરસાદ પડે તો શું થશે ?
IPL 2025 ની ક્વોલિફાયર-2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. પરંતુ જો મુંબઈ અને પંજાબ વચ્ચે રમાનારી ક્વોલિફાયર-2 વરસાદમાં ધોવાઈ જાય તો IPL ના નિયમો અનુસાર લીગ મેચોમાં પોઈન્ટ ટેબલમાં આગળ રહેલી ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. જોવામાં આવે તો પંજાબની ટીમ 19 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી જ્યારે મુંબઈની ટીમ 16 પોઈન્ટ સાથે ચોથા નંબરે હતી. આવી સ્થિતિમાં જો વરસાદને કારણે મેચ રદ થાય છે તો પંજાબની ટીમ રમત રમ્યા વિના ફાઇનલમાં પહોંચી જશે.
ક્વોલિફાયર-2 માટે વધારાનો સમય
જો વરસાદ મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચમાં થોડા સમય માટે વિક્ષેપ પાડે છે તો IPLમાં પ્લેઓફ મેચો માટે થોડો વધારાનો સમય રાખવામાં આવે છે. જો ક્વોલિફાયર-2 મોડી શરૂ થાય તો પણ મેચ પૂર્ણ કરવા માટે વધારાની 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપી શકાય છે. પરંતુ જો મેચ વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ જાય તો કોઈ રિઝર્વ ડે ઉપલબ્ધ રાખવામાં આવ્યો નથી.
ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે
IPL 2025 ની ફાઇનલ 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જો વરસાદ અથવા કોઈપણ કારણોસર મેચ રદ જાહેર કરવામાં આવે છે તો ફાઇનલ મેચ 4 જૂને યોજાશે. કારણ કે નિયમો મુજબ, 4 જૂનને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વરસાદને કારણે જો આઈપીએલ 2025ની ફાઈનલ મેચ ન રમાય તો બીજા દિવસે એટલે કે 4 જૂનના રોજ ફાઈનલ મેચ રમાશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો આઈપીએલ રેકોર્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી 42 મેચ રમાઈ છે. જેમાંથી 21 ટીમને પહેલા બેટિંગ કરતી વખતે જીત મળી છે અને 21 ટીમોને ટાર્ગેટનો પીછો કરતી વખતે પણ સફળતા મળી છે. 19 ટીમોએ ટોસ જીત્યા પછી જીત મેળવી છે તો 23 ટીમોએ ટોસ હાર્યા પછી પણ જીત મેળવી છે. પહેલા બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર 176.35 રહ્યો છે. આઈપીએલમાં આ સ્ટેડિયમમાં બનેલો સૌથી વધુ સ્કોર 243/5 છે. જ્યારે સૌથી ઓછો સ્કોર 89 છે. વિકેટ દીઠ સરેરાશ રન 28.73 જ્યારે ઓવર દીઠ સરેરાશ રન 8.93 બન્યા છે.
IPL 2025 માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સંતુલિત હોય છે, જે બેટ્સમેન અને બોલરો બંને માટે અનુકૂળ છે. શરૂઆતની પરિસ્થિતિઓ સારા ઉછાળા અને ઝડપી આઉટફિલ્ડ સાથે સ્ટ્રોક રમવા માટે અનુકૂળ હોય છે, પરંતુ સ્પિનરો વચ્ચેની ઓવરોમાં રમતમાં આવે છે. સામાન્ય રીતે આ પિટ પર ટીમો લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરે છે. જોકે 2025 સીઝનમાં તે ઉલટું થયું છે, જેમાં પહેલા બેટિંગ કરતી ટીમોને વધુ સફળતા મળી છે.
આઈપીએલ 2025 માં અત્યાર સુધી 7 મેચ રમાઈ છે. જેમાંથી પહેલા બેટિંગ કરતી વખતે 6 ટીમોને સફળતા મળી છે જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમને 1 માં જ જીત મળી છે. તે જોતા આગામી મેચમાં અહીં ટોસ જીતનારી ટીમ બેટિંગ પસંદ કરી શકે છે. અહીંની પિચ પર 200+ સ્કોર સામાન્ય ગણાય છે. અત્યાર સુધી 9 વખત આ સ્કોર બન્યો છે.






