RERA કાયદાનો ભંગ કરનાર અનેક બિલ્ડરો ઉપર તવાઈ, જાણો કેમ

Spread the love

 

ઘર-પ્રોપર્ટી ખરીદતા ગ્રાહકોને છેતરપીંડીથી બચાવવા લાગુ ‘RERA’ કાયદાના નિયમોનો ભંગ કરતા બિલ્ડરો સામે વખતોવખત કાર્યવાહી થાય જ છે. હવે ‘RERA રજીસ્ટ્રેશન’ વિના જ પ્રોજેકટનુ માર્કેટીંગ તથા બુકીંગ કરતા બિલ્ડરો-ડેવલપરો પર સકંજો કસવાના ચક્રો ગતિમાન કરાયા છે.

GUJRERAના સૂત્રોએ કહ્યુ કે, બિલ્ડરોના નિયમભંગ પકડવા માટે રાજયવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવશે

એજન્સી દ્વારા માર્કેટીંગ માટે નવા નિયમો ઘડવામાં આવ્યા છે તે 15મી જુનથી લાગુ થશે. RERA સમક્ષ રજીસ્ટ્રેશન પુર્વે જ માર્કેટીંગ શરૂ કરતા કેટલાંક બિલ્ડર-ડેવલપરોને નોટીસ ઈસ્યુ કરવામાં આવશે. ગ્રાહકોની સુરક્ષા માટે આ કદમ ઉઠાવાય રહ્યા છે. લોકોની ફરિયાદો પરથી સ્વસંજ્ઞાન લઈને આ કદમ ઉઠાવવામાં આવ્યા છે.

GUJRERA દ્વારા એવુ જાહેર કરાયુ છે કે, બિલ્ડરોએ માર્કેટીંગ માટેના નવા નિયમોનુ પાલન કરવુ પડશે. બ્રોશર તથા વિજ્ઞાપનોમાં RERA રજીસ્ટ્રેશન નંબર દર્શાવવા પડશે. રેરા સર્ટીફીકેટ આધારિત કયુઆર કોડ રાખવા પડશે. બ્રોશર, બુકીંગ ફોર્મ, પ્રિન્ટ વિડીયો વિજ્ઞાપનમાં પણ ફરજીયાત રહેશે.

ઓડિયો એડમાં રજીસ્ટ્રેશન નંબર બોલવાના રહેશે. સોશ્યલ મીડીયા પોસ્ટમાં પણ રજીસ્ટ્રેશન નંબર લાવવાના રહેશે. નિયમભંગ બદલ રેરા કાયદાની કલમ 63 હેઠળ બાંધકામ ખર્ચના પાંચ ટકાની પેનલ્ટીની જોગવાઈ છે. 15 જુન સુધીમાં પ્રચાર સાહિત્યમાં બદલાવ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *