ગેરકાયદેસર કામ કરતાં માણસે પોલીસથી બચવાના ડરથી એવું પગલું ભર્યું કે જીવ ગુમાવવો પડ્યો, રાજકોટના વિંછિયાના થોરિયાળી ગામમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યાં હતાં. આ દરમિયાન કોઈએ બુમ પાડી કે પોલીસ આવી. બુમ સાંભળતાની સાથે જ જુગાર રમતા લોકો પોલીસથી બચવા માટે ભાગમભાગ કરવા માંડ્યા હતાં. આવામાં એક વ્યક્તિ અંધારામાં પોલીસથી બચવા જતાં એક કૂવામાં ખાબક્યો હતો.
જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસે જુગારીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, રાજકોટના વિંછિયાના થોરિયાળી ગામમાં ગતરાત્રિએ 10 જેટલા લોકો જુગાર રમતા હતાં. આ દરમિયાન કોઈએ પોલીસ આવી બુમ પાડતાં જ તમામ જુગાર રમતા લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે મુન્નાભાઈ રાજપરાએ દિવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દિવાલની બાજુમાં કૂવો હોવાથી તેમને રાતના અંધારામાં દેખાયો નહોતો. જેથી તેઓ સીધા કૂવામાં ખાબક્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાજ સમગ્ર ગામના લોકો ભેગા થઈ ગયા હતાં. તેમના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી ફોરેન્સિન્ક પીએમ અર્થ રાજકોટ ખસેડાયો હતો. વિછિયા પોલીસે જુગાર રમતા લોકોને પકડી પાડીને તેમની પુછપરછ હાથ ધરી છે. અચાનક બુમ પડતા મુન્નાભાઈ રાજપરા પોલીસથી બચવા માટે ભાગ્યા હતાં અને આ દરમિયાન તેઓ સીધા કૂવામાં ખાબકતા તેમનું મોત નિપજ્યું હતું.