GJ-18 સિવિલ ગેટ બહાર કાર એક્ટિવા અથડાતા ફાયર જવાનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ

Spread the love

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પાસે કાર-એક્ટિવા વચ્ચે અકસ્માત:

25 વર્ષીય ફાયર જવાનનું ઘટનાસ્થળે મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

ગાંધીનગર
ગાંધીનગર સિવિલ હોસ્પિટલની પાછળના ગેટ બહાર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બપોરના સમયે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન હંકારીને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતમાં એક્ટિવા ચાલક કરણસિંહ દાનસિંહ ડોડ (ઉ.વ.25)ને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કરણસિંહ છેલ્લા દોઢ-બે વર્ષથી ગાંધીનગર ફાયર બ્રિગેડમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફાયરમેન તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ બદરકાના વતની હતા અને અપરણિત હતા.

કરણસિંહના બનેવી હરપાલસિંહ પણ ગાંધીનગર ફાયર બ્રિગેડમાં ફાયરમેન તરીકે કાર્યરત છે. બંને ફાયર બ્રિગેડના સ્ટાફ ક્વાર્ટર્સમાં સાથે રહેતા હતા. કરણસિંહ છેલ્લા બે-ત્રણ દિવસથી રજા પર હતા અને આજે કોઈ કામ અર્થે એક્ટિવા લઈને નીકળ્યા હતા. અકસ્માતની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સેક્ટર-7 પોલીસે આ મામલે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *