કેલિફોર્નિયાના ગવર્નરને ટ્રમ્પ શાસનના અધિકારીઓ ધમકાવવા લાગ્યા

Spread the love

 

 

અમેરિકામાં ટ્રમ્પ શાસન દ્વારા તોફાનીઓને કાબુમાં લેવા નેશનલ ગાર્ડને એક બાદ એક રાજયમાં તૈનાત કરી રહી છે તે વચ્ચે હવે ટ્રમ્પ શાસનના અધિકારીઓ પણ ગવર્નરને ધમકાવવા લાગ્યા છે.
એફબીઆઈના ડિરેકટર કાશ પટેલે હાલમાં જ લોસ એન્જલસમાં જે રીતે તોફાનો કાબુમાં આવતા નથી તેમાં ગવર્નર ગેવિન નુસ્કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોસ એન્જેલીસ એ ગુન્હેગારોના હાથમાં ચાલી રહ્યું છે અને આપણે કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ પુન: સ્થાપવાની છે.
ગવર્નરે તેમાં કેટલીક દલીલો કરવા પ્રયત્ન કરતા કાશ પટેલે કહ્યું કે હું તમને પૂછી રહ્યો નથી. સૂચના આપી રહ્યો છું. એટલું જ નહી તેમણે એવુ પણ લખ્યુ કે એફબીઆઈને દેશમાં બંધારણની સ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈની મંજુરીની જરૂર નથી. મારી જવાબદારી લોકો પ્રત્યે છે. કોઈ રાજકીય પક્ષો પ્રત્યે નહી. ગવર્નરે આ તોફાનો માટે ટ્રમ્પને દોષિત ઠેરવવા પ્રયત્ન કર્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *