ફૂડ ડિલીવરી માર્કેટમાં આવી રહી છે વધુ કંપનીઓ જે ગ્રાહકને સસ્તામાં અને ઝડપથી મળશે ફૂડ

Spread the love

 

 

 

ઓનલાઈન ફૂડ મંગાવવાનું હોય તો મોટાભાગનાં લોકોના મનમાં સ્વિગી, ઝોમેટો જેવી કંપનીઓનાં નામ આવે છે.પરંતુ ઘણીવાર ફૂડ એટલા તો મોંઘા હોય છે કે લોકો મન ભાંગીને રહી જાય છે. હવે આ સ્થિતિ બદલવાની છે. કારણ કે ફૂડ ડીલીવરી માર્કેટમાં રેપીડો, બિગ બાસ્કેટ, જેવી કંપનીઓની પણ એન્ટ્રી થઈ રહી છે. આથી હરીફાઈ વધશે, રેસ્ટોરન્ટને ઓછૂ કમિશન આપવુ પડશે ગ્રાહકોને પણ ઓછો ડીલીવરી ચાર્જ આપવો પડશે અને ફૂડ સસ્તુ પડશે. કંપનીઓ પર પણ સારી સેવા આપવાનો બોજ વધશે અને ગ્રાહકોને પણ અનેક ઓપ્શન મળશે.

રેપિડો 8.15 ટકા કમિશન લેશેઃ
રેપિડોએ ફૂડ ડીલીવરીમાં પગલા રાખતા કહ્યું હતું કે તે રેસ્ટોરન્ટ પાસેથી અડધુ કમિશન લેન સુત્રે અનુસાર રેપિડો 8 થી 15 ટકા કમિશન લેશે.જયારે ઝોમેટો સ્વીગી 16 થી 30 ટકા ચાર્જ વસુલે છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસીએશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઈ) સાથે સમજુતી અંતર્ગત રેપિડો 400 રૂપિયાથી ઓછા ઓર્ડર પર 25 રૂપિયા અને 400 રૂપિયાથી વધુ ઓર્ડર પર 50 રૂપિયાની ફિકસ્ડ ફી લેશે. આ મોડેલ નાના રેસ્ટોરા માટે ફાયદાકારક રહેશે જે મોટા પ્લેટફોર્મ્સનાં ઉંચા કમિશનથી પરેશાન છે.રેપિડોનો પાયલોટ પ્રોજેકટ બેંગ્લુરૂમાં જુનનાં અંત સુધીમાં શરૂ થઈ જશે.

બિગ બાસ્કેટ ડાર્ક સ્ટોર્સ વધારશેઃ
ટાટા સમુહની બિગ બાસ્કેટ માર્ચ 2026 સુધી પુરા ભારતમાં 10 મિનિટમાં ફૂડ ડિલીવરી શરૂ કરવાની યોજના બનાવી રહી છે.આ પગલુ 7.1 બિલિયન ડોલરનાં કિવક કોમર્સ માર્કેટમાં સ્વિગીનાં સ્નેક, બ્લિકિટના બિસ્ટ્રો અને જેપ્ટો જેવા ખેલાડીઓને ટકકર આપશે. બિગ બાસ્કેટનાં સહ સંસ્થાપક વિપુલ પારેખે જણાવ્યું હતું કે ફૂડ ડિલીવરીના પાયલોટ પ્રોજેકટને જુલાઈ સુધીમાં 40 ડાર્ક સ્ટોર્સ સુધી વધારવામાં આવશે.
આટલું જ નહિં કંપની પોતાના કુલ ડાર્ક સ્ટોર્સની સંખ્યા 700 થી વધારીને 2025 સુધીમાં 1000-1200 કરવાની યોજના કરી રહી છે. ડાર્ક સ્ટોર્સ ગાઢ વસ્તીવાળા વિસ્તારમાં નાના ગોદામ છે,.

ગ્રાહક-રેસ્ટોરન્ટ માટે રાહત
રેપિડો અને બિગ બાસ્કેટ ગ્રાહકો માટે સસ્તા અને વધુ ઝડપી વિકલ્પ લાવી રહી છે. જે ગ્રાહક અને રેસ્ટોરન્ટ માટે રાહત દાયક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *