દેશની બેન્કોમાં થાપણદારોના નાણામાં અનકલેઈમ ડિપોઝીટ : નિર્મલા સીતારામને બેન્કોને સૂચના આપી

Spread the love

 

દેશની બેન્કોમાં થાપણદારોના નાણામાં અનકલેઈમ ડિપોઝીટ એટલે કે જે થાપણો પર તેની પાકતી મુદત બાદ પણ કોઈ કલેઈમ ન થયો હોય તે પ્રકારની થાપણ તેના થાપણદાર કે વારસદારોને મળે તે માટે તાત્કાલીક ઝડપી પગલા લેવા વધુ એક વખત નાણામંત્રી નિર્મલા સીતારામને બેન્કોને સૂચના આપી છે. બેન્કોમાં દર વર્ષે આ પ્રકારની અનકલેઈમ થાપણો વધતી જાય છે.
જે માર્ચ 2024 પછી 26 ટકા વધીને રૂા.78213 કરોડ થઈ છે. ફકત સ્ટેટ બેંકમાં જ આ પ્રકારે રૂા.8000 કરોડની થાપણો અનકલેઈમ પડી છે. આ ઉપરાંત સેબી હેઠળ નોંધાયેલા મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસે રૂા.500 કરોડની આ પ્રકારની રકમમાં કોઈ દાવેદાર થયુ નથી.
સરકારે અનેક વખત બેન્કોને અનકલેઈમ થાપણદારોના હિત હોય તેને શોધીને તે નાણા પરત થાય તેવુ જણાવ્યુ છે. પરંતુ બેન્કો ભાગ્યે જ તેનો અમલ કરે છે. બીજી તરફ હવે નાણામંત્રીએ આ મુદે બેન્કોને ઝડપ કરવા આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *