એક વર્ષમાં ઈન્ટરનેટ-કાર્ડ ફ્રોડમાં 53 ટકા ઘટાડો

Spread the love

 

 

દેશમાં ડિઝીટલ વ્યવહારો વધવાની સાથે એક સમયે ઈન્ટરનેટ અને ક્રેડીટ-ડેબીટકાર્ડમાં જે ફ્રોડ થતા હતા તેમાં રિઝર્વ બેંક અને બેંકો તેમજ ગ્રાહકોની જાગૃતતાથી મોટો ઘટાડો થયો છે. આરબીઆઈના એક અહેવાલમાં જણાવાયું છે કે, નાણાકીય વર્ષ 2025ના વર્ષમાં ઈન્ટરનેટ અને કાર્ડ ફોર્ડમાં 53 ટકા જેવો ઘટાડો થયો છે. 2022-23થી 2023-24 એમ બે વર્ષમાં આ પ્રકારના ફ્રોડ ચાર ગણા વધ્યા હતા. પરંતુ આરબીઆઈએ જે એક પ્રકારે લોકોને જાગૃત કરવા માટે ઝુંબેશ ચલાવી તેના કારણે નાણાંકીય વર્ષ 2025નું 13516 ફ્રોડ નોંધાયા. જેમાં રૂા.520 કરોડની રકમ ફસાઈ હતી. જે અગાઉના વર્ષમાં રૂા.1457 કરોડ હતી અને કેસની સંખ્યા 29082 હતી. બેંક દ્વારા આ પ્રકારના ફ્રોડ અટકાવવામાં મોટી ભૂમિકા ભજવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *