અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના દેશની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટના બની ગઈ છે, જેમાં 274 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં વિમાનના મુસાફરો અને મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં હાજર વિદ્યાર્થીઓ અને ડોકટરોનો સમાવેશ થાય છે અને આ બધા વચ્ચે વિમાનના પાયલટનો છેલ્લો મેસેજ, સુમિત સભરવાલનો છેલ્લો અવાજ, જે રેકોર્ડ થયો, તેમાં ફક્ત ભય, લાચારી અને ચેતવણી હતી – “મેડે…
મેડે…થ્રસ્ટ મળી રહ્યો નથી, પાવર ઓછો થઈ રહ્યો છે…વિમાન ઉડાન ભરી રહ્યું નથી…બચીશું નહીં.”
પાયલટનો છેલ્લો કોલ : ‘અમે બચીશું નહીં’
જેમ જેમ અકસ્માતની તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ ઘણી મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી રહી છે. પાયલટ સુમિત સભરવાલ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલને મોકલવામાં આવેલ છેલ્લો મેસેજ સામે આવ્યો છે. ફક્ત 4-5 સેકન્ડના આ મેસેજમાં, પાયલટે જણાવ્યું હતું કે વિમાનને પાવર મળી રહ્યો નથી અને તેણે ચેતવણી આપી હતી, “વિમાન ઉડાન ભરી રહ્યું નથી… અમે બચીશું નહીં.” આ મેસેજ સાબિત કરે છે કે અકસ્માત કોઈ ટેકનિકલ ખામીને કારણે થયો હતો, જેણે એક ક્ષણમાં બધું જ ખતમ કરી દીધું.
અમદાવાદ પ્લેન ક્રેશનો સૌથી પહેલો LIVE વીડિયો બનાવનાર સગીરની પોલીસે કરી અટકાયત
એક્સપર્ટ પણ ટેકનિકલ ખામીને અકસ્માતનું મુખ્ય કારણ માની રહ્યા છે. તેમણે કહ્યું કે વિમાનના વીડિયો પરથી ખબર પડે છે કે ટેક-ઓફ દરમિયાન વિમાનને થ્રસ્ટ લાગી રહ્યો નહોતો. જેના કારણે વિમાન ઉડાન ભરી રહ્યું નહોતું.
વિમાનનું બ્લેક બોક્સ અને કોકપીટ વોઇસ રેકોર્ડર મળી આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે ડીવીઆર પણ મળી આવ્યું છે. હવે ટૂંક સમયમાં વિમાન દુર્ઘટનાનું કારણ જાણી શકાશે.
AAIB એ તપાસ શરૂ કરી
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે અમદાવાદમાં બનેલી દુ:ખદ ઘટના બાદ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ મુજબ તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકાર ઘટનાની વિગતવાર તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી રહી છે. જે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કામ કરશે.