અમેરિકા પરીસ્થિતિ પર સતત નજર રાખી રહી છે, અમે અમારું અને ઈઝરાયેલનું રક્ષણ કરવા સક્ષમ છીએ : ટ્રમ્પ

Spread the love

 

Trump bans citizens of 12 nations from entering the United States

 

કંઈક મોટુ થવાનુ છે : ટ્રમ્પે અગાઉ જ હુમલા અંગે ચેતવણી આપી દીધી હતી

અમેરિકી પ્રમુખએ કહ્યું અમે અમારું અને ઈઝરાયેલનું રક્ષણ કરવા સક્ષમ છીએ

વોશિંગ્ટન

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે શરુ થયેલા યુદ્ધમાં એક તબકકે અમેરિકાની કોઈ ભૂમિકા નથી તેવો દાવો કરનાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જો કે ઈઝરાયેલના હુમલા પુર્વે જ કંઈક મોટુ થવાનુ છે તેવુ કહ્યું હતું.

આમ ઈઝરાયેલના હુમલા અંગે ટ્રમ્પને અને અમેરિકી તંત્રને પુરી જાણ હતી તે નિશ્ચિત થાય છે. ફોકસ ન્યુઝ સાથેની એક વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા પરીસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને અમે અમારુ તેમજ ઈઝરાયેલનું રક્ષણ કરવા સક્ષમ છીએ.

અમેરિકાએ તેના આયરન ડોમ સીસ્ટમને પણ ફરી એક વખત મજબૂત કરી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે એક મોટુ યુદ્ધ થઈ શકે છે. જો કે તેમણે દાવો કર્યો કે અમેરિકાને યુદ્ધ ગમતુ નથી પણ અમે ઈચ્છીએ છીએ કે ઈરાન પાસે અણુબોમ્બ હોવા જોઈએ નહી. આમ તેઓએ ઈઝરાયેલના હુમલા અંગે તેમને આગોતરી જાણ હતી તે સાબીત કરી દીધુ છે.

 

ટ્રમ્પે ફરી કહ્યું મે ભારત-પાક. યુદ્ધ અટકાવ્યુ: કાશ્મીર સમસ્યા ઉકેલી શકુ
વ્હાઈટ હાઉસમાં બિલ પર સહી કરવા સમયે ટ્રમ્પે નવી બડાશ હાંકી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને અટકાવી દીધુ હતું અને અણુ યુદ્ધ પણ અટકાવ્યુ હતું તેવી બળાશ હાંકે છે. જો કે ભારતે સ્પષ્ટ કર્યુ છે કે કોઈના દબાણ હેઠળ યુદ્ધ અટકાવાયુ નથી.

તે સમયે ટ્રમ્પે ફરી એક વખત ભારત અને પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ લાંબા સમયથી છે. પરંતુ તેઓ કાશ્મીર સહિતની સમસ્યાને ઉકેલી શકે છે.

વ્હાઈટ હાઉસમાં એક બીલ પર સહી કરવાના આયોજન દરમ્યાન ટ્રમ્પે આ દાવો કર્યો હતો અને કહ્યું કે હું ભારત અને પાકિસ્તાનને નજીક લાવી શકુ છું. ટ્રમ્પે એ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે અણુયુદ્ધ થવાની શકયતા હતી પરંતુ મે તે થવા દીધુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *