
વર્ષોથી થયેલા આયોજનને ‘વીથ ધ સ્ટ્રેન્થ ઓફ લાયન’ નામ અપાયુ હતુ
સ્પાયક્રાફટ ડ્રોન સહિતના શસ્ત્રો ઘૂસણખોરીથી ઈઝરાયેલએ ઓપરેશન પાર પાડયુ
ઈરાનના ટોચના અણુવૈજ્ઞાનિક – રીવોલ્યુશનરી ગાર્ડના ટોચના કમાન્ડરોની હિલચાલ સ્પાયક્રાફટથી નોંધાતી હતી
તહેરાન નજીક જ ડ્રોન બેઝ ઉભો કરીને હુમલાને ઘાતક બનાવાયો : શુદ્ધ યુરેનિયમ સ્ટોરેજ સાઈટ ટાર્ગેટ
તેલઅવીવ:
ઈઝરાયેલના ઓપરેશન ‘રાઈઝીંગ લાયન’ જે ઈરાનના મહત્વના અણુમથકો પર હુમલા કરવા માટેના લશ્કરી કાર્યવાહીને નામ અપાયુ હતું અને તા.13ના રોજ તે એકશનમાં લવાયુ પણ આ એક ફકત હુમલો ન હતા પણ વર્માના પ્લાનીંગ ગુપ્તચર બાતમીમાં અને ઈરાનમાં ઘુસીને ડ્રોન બેસ તૈયાર કરવા સુધીની અને તેને યોગ્ય સમયે એકશનમાં આવે તેનુ સચોટ આયોજનનું પરિણામ છે.
આ માટે ઈઝરાયેલની જાસૂસી એજન્સી ‘મોસાદે’ જબરી તૈયારી કરી હતી. ઈરાન તેના અણુ કાર્યક્રમમાં શાંતિના હેતુ માટે જ આગળ વધી રહ્યું નથી તે બહુ જાણીતી બાબત હતી. અણુશસ્ત્રો બનાવવા માટે જે શુદ્ધ-યુરેનિયમની જરૂર પડે છે. તેનો એક મોટો જથ્થો ઈરાને તેના અણુ કાર્યક્રમ મારફત મેળવી લીધો હતો અને તેના અણુમથકોને આંતરરાષ્ટ્રીય મોનેટરીંગ હેઠળ મુકવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.
જેના કારણે ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયેલને તેના પર ભવિષ્યમાં ઈરાનનો અણુહુમલો થયો તે ભય હતો તેથી જ લાંબા સમયથી આ મુદે તનાવ ચાલતો હતો અને ડિપ્લોમેટીક વાટાઘાટોને સમાંતર ઈઝરાયેલ અને અમેરિકાની લશ્કરી તૈયારી પણ ચાલતી હતી.
ઈઝરાયેલે તો તેના ખાસ સ્પાયક્રાસ્ટ- જાસૂસી ડ્રોનને ઈરાન પર લાંબા સમયથી તરતા કર્યા હતા પણ તેની મુવમેન્ટ- ઈરાન પારખી શકયુ નહી. આ સ્પાયક્રાફટનો હેતુ ઈરાનના ટોચના લશ્કરી જનરલો અને અણુ વૈજ્ઞાનિકોની મુવમેન્ટ ટ્રેસ કરતા હતા અને તેઓને ટાર્ગેટ બનાવવાના હતા.
ઈરાનની પોલીટ્રી ઈન્ટેલીજન્સ એજન્સી અને મોસાદ બન્ને સંયુક્ત કામગીરી કરી હતી અને તેને કોડનેમ ‘વીથ ધ સ્ટ્રેન્થ ઓફ એ લાયન’ નામ અપાયુ હતું અને ઈઝરાયેલના એરીયલ એટેક- આકાશી હુમલલા માટે 200થી વધુ સ્યુસાઈડ ડ્રોન (જે ટાર્ગેટ પર જઈને ખુદને ઉડાવી દે અને ટાર્ગેટને પણ ખત્મ કરે) તે ઈરાનમાં ઘુસાડીને તેને એકશનમાં લાવવાની પણ પ્રક્રિયા નિશ્ચિત કરી હતી.
ત્યારબાદ જોર્ડન જે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે એરસ્પેસ ધરાવે છે તેને પણ સહકાર આપવા મજબૂર કર્યુ. 200થી વધુ ઈઝરાયેલી જેટ-લડાયક વિમાનો જે ઈરાન પહોંચી શકે તે માટે જોર્ડન એ પણ તેની એરસ્પેસ ખુલ્લી કરી દીધી હતી અને આ લડાયક વિમાનોએ ઈરાનના 8 અણુમથકોને ટાર્ગેટ કર્યા હતા.
તો સ્યુસાઈડ ડ્રોનની મદદથી ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડના ત્રણ ટોચના કમાન્ડરને ખત્મ કર્યા જેમાં રીવોલ્યુશનરી ગાર્ડ કોપ્સના વડા મેજર જનરલ હોસેન સલામીનો પણ સામેલ થયા છે. આ રીવોલ્યુશનરી ગાર્ડ એ ઈઝરાયેલ સામે લેબનાન, સિરિયા અને ગાઝામાં બળવાખોરો અને ત્રાસવાદીઓને મદદ કરે છે.
ખાસ કરીને ઈરાનના નાતાન્ઝ કોમ્પ્લેકસને નિશાન બનાવાયુ જે ઈરાનની શુદ્ધ યુરેનીયમ સ્ટોર કરવાની સુવિધા ધરાવે છે. 10000 સ્કવેર મીટરમાં આ કોમ્પ્લેકસ છે અને તેને ભંગારમાં ફેરવી દેવાયુ.
આથી હવે આ સેન્ટરની ફેસેલીટી ઉભી કરતા ઈરાનને વધુ વર્ષો વહી જશે. ઈરાનએ ઈઝરાયેલને મીઓનીસ્ટ- ફોર્મ તરીકે ગણાવે છે અને હવે તેને ખત્મ કરવાનુ બીડુ ઝડપ્યુ છે.