ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા ભારત સરકાર કાર્યરત થઈ ગઈ છે. હાલમાં ઈરાનમાં આશરે 10,000 ભારતીયો છે જેમાં મોટાભાગના તબીબી અને ધાર્મિક અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ છે. ઈરાની સરકારની સહમતિથી ભારત સરકાર તેમને અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદો મારફતે સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજના બનાવી રહી છે.