
સોમવારથી કેનેડાના કેનાનાસ્કિસમાં બે દિવસીય G7 સમિટ શરૂ થઈ રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર કેનેડા પહોંચી ગયા છે. પીએમ મોદી આજે સાયપ્રસ પ્રવાસ પૂર્ણ કરીને કેનેડા પહોંચશે. અહીં તેઓ કેનેડાના પીએમ માર્ક કાર્ની સાથે પહેલી મુલાકાત કરશે. જાન્યુઆરી 2025માં જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ માર્ક કાર્ની 14 માર્ચે કેનેડાના નવા પીએમ બન્યા હતા. જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત-કેનેડા સંબંધોમાં ખટાશ આવી હતી. સમિટ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા ભારતને G7 સમિટનું આમંત્રણ મળ્યું હતું. બીજી તરફ, પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સમિટ સિવાય ઓપરેશન સિંદૂર બાદ પહેલી મુલાકાત થઈ શકે છે.
જાપાની મીડિયાના અહેવાલો અનુસાર, કેનેડામાં શરૂ થઈ રહેલા G7 સમિટ પહેલા વડાપ્રધાન શિગેરુ ઇશિબા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળે તેવી શક્યતા છે. આ બેઠકમાં ટેરિફ (આયાત-નિકાસ ડ્યુટી) વાટાઘાટો થશે. કેનેડિયન પીએમ માર્ક કાર્ની G7 બેઠક પહેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને મળ્યા. ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર પણ G-7 સમિટમાં હાજરી આપવા માટે કનાનાસ્કિસ પહોંચ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે G7 સમિટમાં હાજરી આપવા માટે કેલગરી એરપોર્ટ પર પહોંચ્યા. કેનેડાના કેલગરી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશ મંત્રી અનિતા આનંદ, ફેડરલ અફેર્સ મિનિસ્ટર ડોમિનિક લેબ્લાન્ક અને અન્ય અધિકારીઓ તેમનું સ્વાગત કર્યુ. અહીંથી તેઓ સમિટ સ્થળ, કનાનાસ્કિસ જવા રવાના થયા. ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ પણ સોમવારે આલ્બર્ટા પહોંચ્યા. તેમણે કેલગરીમાં પત્રકારોને જણાવ્યું, ‘ઓસ્ટ્રેલિયા, યુકે અને અમેરિકા, ત્રણેય દેશોએ પરમાણુ સબમરીનની સંખ્યા વધારવી જોઈએ. આ પગલું ઈન્ડો-પેસેફિક ક્ષેત્રને વધુ સુરક્ષિત બનાવશે. કેનેડામાં G7 સમિટમાં હાજરી આપવા આવતા નેતાઓ સામે વિરોધ શરૂ થઈ રહ્યો છે. આલ્બર્ટાના કેલગરીમાં 500થી વધુ પ્રદર્શનકારીઓ એકઠા થયા છે. આ સ્થળ G7 સમિટ સ્થળ કનાનાસ્કિસથી લગભગ એક કલાકના અંતરે આવેલુ છે અને તે વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બની ગયું છે. વિરોધીઓ પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.