અમેરિકામાં નો કિંગ્સ રેલી, ગોળીબારમાં એકનું મોત : મિલિટરી પરેડ દરમિયાન લોકો ટ્રમ્પનો 2 હજાર શહેરોમાં વિરોધ પ્રદર્શન

Spread the love

 

 

અમેરિકાના સોલ્ટ લેક સિટીમાં “નો કિંગ્સ” નામના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. વિરોધ પ્રદર્શનમાં સામેલ એક વ્યક્તિએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો પ્રયાસ કરી રહેલ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં રાઇફલ સાથે ઉભેલા વ્યક્તિ અને એક રાહદારી બંને ઘાયલ થયા હતા. બાદમાં હોસ્પિટલમાં રાહદારીનું મૃત્યુ થયું. પોલીસે જણાવ્યું હતું કે 24 વર્ષીય હુમલાખોરનું નામ આર્ટુરો ગામ્બોઆ છે. શનિવારે સાંજે હત્યાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. ગોળીબારમાં ઘાયલ થયેલા રાહદારીની ઓળખ 39 વર્ષીય આર્થર ફોલાસા આહ લુ તરીકે થઈ હતી, જેનું બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. સોલ્ટ લેક સિટી પોલીસ વડા બ્રાયન રેડે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઘટના અંગે માહિતી આપી હતી ખરેખરમાં, યુએસ આર્મીની 250મી વર્ષગાંઠ નિમિત્તે શનિવારે વોશિંગ્ટનમાં એક લશ્કરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ટ્રમ્પના વિરોધમાં અમેરિકામાં લગભગ 2 હજાર સ્થળોએ નો કિંગ્સ (એટલે ​​કે અમેરિકાનો કોઈ રાજા નથી) વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.
34 વર્ષ પછી વોશિંગ્ટનમાં આટલા મોટા પાયે મિલિટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ 1991માં આવો કાર્યક્રમ યોજાયો હતો. આ પરેડમાં ટેન્ક, 6700 સૈનિકો, 128 વાહનો, 62 વિમાનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ડ્રોન અને રોબોટિક ડોગ પણ ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પરેડને અમેરિકન તાકાત અને સૈનિકોના બલિદાનનું પ્રતીક ગણાવ્યું. પરેડનો અંત આતશબાજી અને ટ્રમ્પના ભાષણ સાથે થયો. આ કાર્યક્રમ પર લગભગ 25 થી 45 મિલિયન ડોલર (21-38 કરોડ) ખર્ચ કરવામાં આવ્યા છે. આ પરેડ કોન્સ્ટિટ્યુશન એવન્યુ પર યોજાઈ હતી, જેમાં સૈનિકોએ ઐતિહાસિક વર્દી પહેરીને કૂચ કરી હતી અને વિશ્વ યુદ્ધોથી લઈને આધુનિક યુદ્ધ સુધીના હથિયારોનું પ્રદરેશન કર્યુ હતું. ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથે એક ખાસ મંચ પરથી પરેડ નિહાળી હતી. તે દિવસે ટ્રમ્પનો 79મો જન્મદિવસ પણ હતો. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ટ્રમ્પને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી

14 જૂનના રોજ સમગ્ર અમેરિકામાં નો કિંગ્સ નામના વિરોધ પ્રદર્શનો થયા હતા. આ પ્રદર્શનો​​​​​​માં લોકોએ ટ્રમ્પની નીતિઓ અને તાનાશાહી વલણનો વિરોધ કર્યો હતો. આ આંદોલનનું નામ “50 સ્ટેટ્સ, 50 પ્રોટેસ્ટર્સ, વન મુવમેન્ટ” હતું, જેનો અર્થ અમેરિકાના તમામ 50 રાજ્યોમાં એક સાથે વિરોધ પ્રદર્શનો થયા. આ પ્રદર્શનોમાં લગભગ 2,000 શહેરો અને નગરોમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો થયા હતા, જેમાં લોકોએ ધ્વજ લહેરાવ્યા હતા, ભાષણો આપ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સૌથી મોટું પ્રદર્શન ફિલાડેલ્ફિયામાં હતું. જોકે, વોશિંગ્ટનમાં કોઈ મોટો વિરોધ પ્રદર્શન થયો ન હતો. શિકાગો, ન્યુયોર્ક અને એન્કોરેજ જેવા શહેરોમાં પણ મોટા પાયે દેખાવો થયા. એક પ્રદર્શન દરમિયાન, ન્યુયોર્કમાં પોલીસે વિરોધીઓ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો, જ્યારે સ્પોકેનમાં 30થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો લોસ એન્જલસમાં હિંસા ચાલુ રહેશે, તો તેઓ સમગ્ર શહેરમાં વિદ્રોહ કાયદો લાગુ કરી શકે છે. આ કાયદો સરકારને હિંસા રોકવા માટે સૈન્ય બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ 14 જૂને વોશિંગ્ટન ડીસીમાં યોજાનારી આર્મી પરેડ દરમિયાન દેખાવો અંગે પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો કોઈ વિરોધ કરશે તો તેને સેનાનો સામનો કરવો પડશે. ખરેખર, અમેરિકાના લોસ એન્જલસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જોકે, વોશિંગ્ટનમાં પરિસ્થિતિ કાબુમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *