નાઇજીરીયાના બેન્યુમાં 100 લોકોની ગોળી મારીને હત્યા:સેંકડો ઘાયલ, ઘણા ગુમ; બંદૂકધારીઓએ ઘણા પરિવારોને તેમના ઘરોમાં બંધ કરી જીવતા સળગાવ્યા

Spread the love

 

 

નાઇજીરીયાના ઉત્તર-મધ્ય બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં ઓછામાં ઓછા 100 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સેંકડો ઘાયલ થયા છે અને ડઝનેક હજુ પણ ગુમ છે.
હ્યૂમન રાઇટ્સ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નાઇજીરીયા નામના જૂથે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે હુમલાઓ શુક્રવાર મોડી રાતથી શનિવાર સવાર સુધી થયા હતા. ઘાયલોને હજુ પણ જરૂરી તબીબી સંભાળ મળી શકી નથી. એમ્નેસ્ટીના મતે, આ સામૂહિક હુમલામાં, હુમલાખોરોએ ગામના ઘણા પરિવારોને તેમના ઘરોમાં બંધ કરી દીધા અને તેમને જીવતા સળગાવી દીધા. લોકો એટલા ખરાબ રીતે બળી ગયા કે તેમને ઓળખવા મુશ્કેલ બની ગયા. બેનુ પોલીસે હુમલાની પુષ્ટિ કરી છે પરંતુ હત્યા કોણે કરી છે અથવા કેટલા લોકો માર્યા ગયા છે તે જણાવ્યું નથી. સ્થાનિક લોકોએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે હુમલામાં 100 થી વધુ લોકોના મોતની આશંકા છે.
બેન્યુમાં જમીન અને પાણી માટે મુસ્લિમ-ખ્રિસ્તી લોકો લડી રહ્યા છેઃ બેન્યુ નાઇજીરીયાના મધ્ય પટ્ટામાં આવેલું છે, જ્યાં ઉત્તરમાં મુસ્લિમ બહુમતી અને દક્ષિણમાં ખ્રિસ્તી બહુમતી છે. બંને સમુદાયો ઘણીવાર જમીન અને પાણી માટે લડે છે.
આ સંઘર્ષો વંશીય અને ધાર્મિક વિભાજનને કારણે વધુ ખરાબ થાય છે. મુસ્લિમ અને ખ્રિસ્તી પશુપાલકો અને ખેડૂતો વચ્ચે, ખાસ કરીને જમીનને લઈને, સ્પર્ધા છે.
પશુપાલકોને તેમના પશુઓને ચરાવવા માટે જમીનની જરૂર હોય છે અને ખેડૂતોને ખેતી માટે જમીનની જરૂર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *