
ઈઝરાયેલ એ ઈરાન પર શરૂ કરેલા હુમલામાં તેના ટાર્ગેટમાં ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતુલ્લાહ અલી ખામેનેઈ પણ હતા પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલની આ યોજનાને મંજુરી આપી ન હતી. એસોસીએટેડ પ્રેસના જણાવ્યા મુજબ ટ્રમ્પે આ યોજનાને ‘વીટો’ કરી હતી. અમેરિકાને ભય હતો કે જો ખામેનેઈ ને ખત્મ કરાશે તો ઈરાન અને આસપાસના નાના દેશોમાં પરીસ્થિતિ વધુ વણસી શકે છે અને ઈરાન સાથે પછી વાટાઘાટ કોની સાથે કરવી તે પણ પ્રશ્ન સર્જાશે. ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીએ ખામેનેઈના રહેણાંક અને તેની આસપાસના ક્ષેત્રના નકશા તથા ખામેનેઈની મુવમેન્ટ પણ ટ્રેપ કરી લીધી હતી અને શક્તિશાળી મિસાઈલ અથવા ડ્રોન હુમલાથી તે ખામેનેઈને ખત્મ કરવા તૈયાર હતો. આ અંગે ટ્રમ્પ શાસનને જાણ કરી હતી પણ ટ્રમ્પે તેમના સલાહકારો સાથે ચર્ચા કર્યા બાદ ઈઝરાયેલને આ પ્લાનમાં આગળ નહી વધવા માટે જણાવીને અમેરિકાની મંજુરી વગર કોઈ પ્લાન નહી કરવા પણ આદેશ આપ્યા હતા. ટ્રમ્પ એટલુ જ ઈચ્છતા હતા કે ઈરાનના અણુ કાર્યક્રમને ખત્મ કરવામાં આવે તે જ મહત્વનું છે. ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીએ ખામેનેઈના રહેણાંક અને તેની આસપાસના ક્ષેત્રના નકશા તથા ખામેનેઈની મુવમેન્ટ પણ ટ્રેપ કરી લીધી હતી