ટ્રાફિક નિયમોના કડક વલણથી અબજો રૂપિયા ખંખેરી સરકારી તિજોરી ભરવાનો પ્લાન

Spread the love

રાજ્ય સરકારે વર્ષ 2019-20 માં રૂપિયા 5100 કરોડની આવકનો લક્ષ્યાંક આપ્યો છે. એટલે વાહનવ્યવહાર વિભાગે રાજ્યના તમામ આરટીઓને ચોક્કસ  રકમ ટ્રાફિકના દંડપેટે ઉઘરાવવા આદેશ કર્યો છે. મહેસાણા આરટીઓએ જારી કરેલાં પરિપત્ર એ જ સરકારે ટેક્સ અને દંડ પેટે કેવી રીતે આવક ઉભી કરવી તે અંગેના  આયોજનની પોલ ઉઘાડી પાડી છે.  મહેસાણાની આરટીઓ કચેરીએ આ વાતને સમર્થન આપીને ૨૦મી એપ્રિલે જારી કરાયેલાં પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છેકે, મહેસાણા આરટીઓને રૂપિયા 138.18 લાખનો લક્ષ્યાક અપાયો છે. તાદ્દ ઉપરાંત મોટર વાહન નિરીક્ષકન મહિને રૂપિયા 9 લાખ જયારે સહાયક મોટર નિરીક્ષકને રૂપિયા 9 લાખની માસિક આવક માટે સૂચના અપાઇ છે. દરેક આરટીઓ કચેરીની ક્ષમતા આધારે લક્ષ્યાંક ફાળવાયો છે.

R.T.O. ને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, સરકારની મહેસૂલી આવકનો સવાલ છે એટલે મોટર વાહન નિરીક્ષકે રજા પર જવુ નહી. એટલુ જ નહીં, લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે સતત વાહન ચેકિંગ કરવુ. આઉપરાંત જે આરટીઓ અધિકારીની નબળી કામગીરી હશે તો તેના વાર્ષિક અહેવાલમાં નોંધ કરવામા આવશે. ટૂંકમાં,સરકારી નોકરી ખાતર અધિકારીઓ ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને દંડ ફટકારીને તથા ટેક્સ કલેક્શન વધારીને સરકારની આવક વધારવી પડશે. અત્યાર સુધી ગુજરાત સરકારે એવુ કહ્યું કે, ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન ન થાય,અકસ્માત ઘટે તે માટે વાહનચાલકો પાસે દંડ લેવાનો હેતુ છે. પણ હવે તો વાહનવ્યવહાર વિભાગે જાણે સરકારની આવક વધારવાં જ દંડ લેવા નક્કી કર્યુ હોય તેમ લાગી રહ્યુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com