ઈ-સ્ટેમ્પિંગ શરૂકરવા પણ ઘણી અડચણો

Spread the love

આગામી પહેલી ઓક્ટોબરથી ફિઝિકલ સ્ટેમ્પ બંધ થઈ રહ્યા છે અને તેનું સ્થાન ઈ-સ્ટેમ્પિંગ લઈ રહ્યા છે. આટલા ઓછા સમયમાં પેન્ડિંગ પડેલા ફિઝિકલ સ્ટેમ્પનો નિકાલ કેવી રીતે કરવો તે અંગે ગુજરાતના સ્ટેમ્પ વેન્ડરો મુંઝવણમાં છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે આગામી પહેલી ઓક્ટોબરથી રાજ્યમાં નોન જ્યૂડિશિયલ સ્ટેમ્પ પેપર બંધ કરવામાં આવી રહ્યા છે. મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે ઈ-સ્ટેમ્પિંગ અંગેની માહિતી આપતાં કહ્યું કે, નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કીમત વસૂલ કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિજિટલ સ્ટેમ્પિંગની સુવિધાનો વ્યાપ વધારવા નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને આગળ ધપાવતા રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કરી આગામી પહેલી ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગની પદ્ધતિને અનુસરવા મહત્વનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણયથી ફિઝિકલ સ્ટેમ્પ વેન્ડરો સમયમર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. અમદાવાદ સરકારી ટ્રેઝરીમાં રૂ.350 કરોડ માત્ર અમદાવાદ ખાતેની સરકારની ટ્રેઝરીમાં રૂા.૩૫૦ કરોડનો અને ગુજરાતના સ્ટેમ્પ વેન્ડરો પાસે ઓછામાં ઓછો રૂા.૬૫ કરોડનો ફિઝિકલ સ્ટેમ્પનો જથ્થો પેન્ડિંગ પડયો છે. સમગ્ર ગુજરાતની ટ્રેઝરીઓ પાસેનો જથ્થો જોવામાં આવે તો તેનાથી અનેકગણો વધુ થઈ જવાની સંભાવના છે. આ જથ્થાનો નિકાલ આગામી પંદર દિવસમાં થાય તે શક્ય જ નથી. આ તમામનું વેચાણ થઈ જાય તે માટે માર્ચ ૨૦૨૦ સુધી ફિઝીકલ સ્ટેમ્પને માન્ય-ચાલુ રાખવાનો સરકારે નિર્ણય લેવો પડશે. અન્યથા ફિઝીકલ સ્ટેમ્પ છાપવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલો જંગી ખર્ચ માથે પડશે. તેમ જ સ્ટેમ્પ વેન્ડરોએ તેમની પાસે પડેલા સ્ટેમ્પનું રિફંડ કરવા માટેની જફામાંથી પસાર થવું પડશે. અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યુ હોવાથી પણ ફિઝીકલ સ્ટેમ્પનો વપરાશ પહેલી ઓક્ટોબર સુધીમાં થઈ જાય તેવા કોઈ જ સંજોગો નથી.

ગુજરાતના સ્ટેમ્પ વેન્ડરો પાસે રૂ.65 કરોડનો ફિઝિકલ સ્ટેમ્પનો જથ્થો ગુજરાત સ્ટેમ્પ વેન્ડર એસોસિયેશનના સભ્યોનું કહેવું છે કે તેમની પાસે અત્યારે ઓછામાં ઓછો રૂા. ૬૫ કરોડના ફિઝીકલ સ્ટેમ્પનો જથ્થો છે. અમદાવાદમાં આવેલી સરકારની ટ્રેઝરીમાં પણ રૂા.૩૫૦ કરોડનો સ્ટેમ્પનો જથ્થો છે. આ સંજોગોમાં સમગ્ર ગુજરાતની ટ્રેઝરીમાં ફિઝિકલ સ્ટેમ્પનો જથ્થો રૂા. ૧૦૦૦થી ૧૫૦૦ કરોડથી વધુનો હોવાનો અંદાજ માંડી શકાય તેમ છે. આ તમામ જથ્થાનું વેચાણ પૂરું કરવા માટે આગામી માર્ચ ૨૦૨૦ સુધીનો સમય ગાળો જરૂરી છે. તે સિવાય આ જથ્થો વેચી શકાય તેમ જણાતું નથી. ફિઝિકલ સ્ટેમ્પના જંગી ખર્ચનું થશે નુકશાન ચલણી નોટની માફક અત્યંત ચીવટપૂર્વક ખાસ પ્રકારના પેપર્સ પર ફિઝીકલ સ્ટેમ્પની છપામણી કરવામાં આવે છે. ફિઝીકલ સ્ટેમ્પની પ્રિન્ટીગમાં ખાસ પ્રકારની સહી વપરાતી હોય છે. તેની ડિઝાઈન પણ ખાનગી રાખવામાં આવતી હોય છે. આ સજોગોમાં તેને માટે કરવામાં આવેલો ખર્ચ ઘણો જ જંગી રહેવાની સંભાવના છે. આ સ્થિતિમાં આ ખર્ચ ન વેડફાઈ તે માટે તેનો વપરાશા માર્ચ ૨૦૨૦ સુધી ચાલુ રાખવાની માગણી કરવામાં આવી છે. ઇ-સ્ટેમ્પિંગ માટે સરકાર દ્વારા આપવામાં આવતું કમિશન પણ એક સમાન ન હોવાની ફરિયાદ અમદાવાદ સ્ટેમ્પ વેન્ડર એસોસિયેશનના સભ્યોનું કહેવું છે. કમિશનમાં અસમાનતા દૂર કરવા પણ માંગણી ગુજરાત સ્ટેમ્પ વેન્ડર એસોસિયેશનના સભ્યોનું કહેવું છે કે, ફ્રેન્કિંગ મશીન પરથી ઇ સ્ટેમ્પ ઇશ્યૂ કરનારાઓને રૂા.૧૦૦ના સ્ટેમ્પ પર એક ટકાનું કમિશન આપવામાં આવે છે.

તેવી જ રીતે સરકાર દ્વારા આપવામાં આવનારા ઇ-સ્ટેમ્પિંગના મશીન પરથી કાઢવામાં આવતા રૂા.૧૦૦ના સ્ટેમ્પ પર ૦.૬૫ ટકાનું કમિશન આપવામાં આવે છે. તેવી જ રીતે સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીઓને રૂા.૧૦૦ના સ્ટેમ્પ પર ૦.૧૫ ટકાનુ જ કમિશન આપવામાં આવશે. આમ કમિશનમાં રાખવામાં આવેલી અસમાનતા દૂર કરવાની માગણી પણ સ્ટેમ્પ વેન્ડર્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે. હાલ ઈ-સ્ટેમ્પિંગના લાઈસન્સ સબરજિસ્ટ્રારની કચેરી અને બેન્કો પાસે જ છે અત્યારે ઇ-સ્ટેમ્પિંગના લાઈસન્સ સબરજિસ્ટ્રારની કચેરી અને બેન્કો પાસે છે. રજાઓને ટાણે બૅન્કો અને સબરજિસ્ટ્રારની કચેરી બંધ રહે છે. નવી વ્યવસ્થા હેઠળ શનિવાર અને રવિવારે લોકોને સ્ટેમ્પ મેળવવામાં આરંભમાં ખાસ્સી તકલીફ પડવાની સંભાવના છે. કારણ કે ઇ-સ્ટેમ્પિંગના લાઈસન્સ સરકાર ઇશ્યૂ કરી રહી છે. ઇ-સ્ટેમ્પિંગ માટે અરજી કરનારાઓની અરજીના સમગ્ર પ્રક્રિયા પૂરી થતાં એક મહિનાથી વધુ સમય લાગી જાય છે. આ સમયગાળામાં ફિઝીકલ સ્ટેમ્પ મળવાનું બંધ થઈ જશે તો દસ્તાવેજ કરવા માટે કે અન્ય હેતુથી સ્ટેમ્પ લેવા નીકળનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com