લંડનમાં નોકરી અપાવવાના બહાને GJ-18 મનપાના ઇજનેરના પુત્રને તથા બીજા યુવક પાસેથી ૪૧ લાખનો ચૂનો ચોપડ્યો

Spread the love

 

ગાંધીનગરમાં યુકે વર્ક વિઝા મામલે મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બે એજન્ટોએ બે યુવકો પાસેથી કુલ 41 લાખ રૂપિયા પડાવ્યા છે. આ મામલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર કૌભાંડમાં પ્રકાશ રાઠોડ અને તેના વિશાખાપટ્ટનમના સાથીદાર અનિરુદ્ધ થોટાપલ્લી સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર સુરેશભાઈ દત્તના પુત્ર અંકિત અને અમદાવાદના મનુ પટેલના પુત્ર મીત આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. એજન્ટ પ્રકાશ રાઠોડે અંકિતને યુકેની Essex Care Consortium Ltdમાં નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. તેણે આ માટે 22.50 લાખ રૂપિયા લીધા હતા. પ્રકાશે અંકિતને યુકે મોકલ્યો હતો. પરંતુ વચન મુજબની કંપનીમાં નોકરી ન મળતાં તે 20 દિવસમાં પરત આવ્યો હતો. ત્યારબાદ પ્રકાશે અંકિત અને તેની પત્ની રીટાને ફરી યુકે મોકલ્યા. તેમને એનવિઝન એજ્યુકેશન કંપનીમાં નોકરી અપાવી. પરંતુ થોડા દિવસોમાં જ બંનેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. બીજા કિસ્સામાં, પ્રકાશે મીત પાસેથી 18.44 લાખ રૂપિયા લીધા. તેને સ્ટુડન્ટ વિઝાને બદલે વર્ક પરમિટ વિઝા અને Agape Superbe Care Ltdમાં નોકરી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ યુકે પહોંચ્યા બાદ મીતને નોકરી મળી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *