Israel Iran war: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ લાંબુ ખેંચાયુ તો આપણો થશે મરો! ભારત પર જોવા મળશે આ 5 મોટી અસર

Spread the love

 

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે પાંચ દિવસની ભીષણ જંગ બાદ પણ હાલાત સુધરે તેવા કોઈ એંધાણ જોવા મળતા નથી. હવે તે સીધી અસર લોકોના ખિસ્સા પર પડવા લાગી છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિરુદ્ધ ઈઝરાયેલે ઓપરેશન રાઈઝિંગ લાયન 12 જૂને શરૂ કર્યું હતું. તેણે ઈરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિકો અને સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. જો યુદ્ધ લાંબુ ખેંચાયુ તો ભારત પર કઈ 5 મોટી અસર જોવા મળી શકે.

ભારત માટે સસ્તું તેલ મળવું મુશ્કેલ
ભારત દુનિયાના ગણતરીના એવા દેશોમાંથી એક છે જેના ઈઝરાયેલ અને ઈરાન બંને સાથે સારા સંબંધ છે. ભારત ઈરાનના ક્રૂડ ઓઈલનો મોટો ગ્રાહક દેશ છે. ઈરાન ભારતને ક્રૂડ ઓઈલ પર સારી એવી છૂટ પણ આપે છે. આવામાં ક્રૂડ ઓઈલના ઉત્પાદન ઘટવા અને આપૂર્તિ પર અસરથી ભારત માટે આયાત મોંઘી પડશે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે.

ઈરાનથી આયાત-નિકાસ મોંઘી પડશે
ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમથી પાછળ ન હટ્યું તો અમેરિકા તેના પર નવા આર્થિક પ્રતિબંધો લગાવી શકે છે. ભારત ઓઈલ ઉપરાંત ડ્રાયફ્રૂટ્સ પણ ઈરાનથી મંગાવે છે. આ ઉપરાંત બાસમતી ચોખા, ખાંડ, ચા-કોફી જેવી વસ્તુઓ નિકાસ પણ કરે છે. ભારતની અનેક મોટી કંપનીઓ ઈરાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ કાર્યમાં લાગેલી છે. આર્થિક પ્રતિબંધો બાદ આમ કરવું મુશ્કેલ બનશે.

મધ્ય પૂર્વમાં ભારતના શક્તિ સંતુલન પર અસર
ભારતે યુદ્ધમાં ઈરાન કે ઈઝરાયેલ કોઈના પ્રત્યે ઝૂકાવ દેખાડ્યો નથી. ભારત નહીં ઈચ્છે કે તેના મધ્ય પૂર્વમાં સાઉદી અરબ, યુએઈની સાથે સાથે ઈરાન જેવા મોટા ઈસ્લામિક દેશો સાથે સંબંધ બગડે. ઈઝરાયેલ પણ ભારત માટે ખુબ મહત્વનું છે. ઈરાન એવા ગણતરીના ઈસ્લામિક દેશોમાં સામેલ છે જે આતંકવાદ પર ભારતની પીડા સમજે છે. ઈરાન તો પોતે પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદ ઝેલી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલના સૈન્ય સંઘર્ષ વખતે ઈરાને ખુબ સમજદારી ભર્યું કામ કર્યું હતું. ઈસ્લામના નામે તે પાકિસ્તાનની ચુંગલમાં ફસાયું નહતું અને તટસ્થ વલણ અપનાવ્યું હતું. પીએમ શાહબાજ શહીફે પોતે તહેરાન જઈને અયાતુલ્લાહ અલી ખામનેઈ સાથે મુલાકાત કરી હતી પરંતુ તેમણે ઈસ્લામિક કાર્ડના નામે ભારતને નારાજ કરવાનું જોખમ લીધુ નહતું.

મોંઘી ફ્લાઈટ અને લાંબી હવાઈ યાત્રા
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે મિસાઈલોના વરસાદ વચ્ચે જોર્ડન, ઈરાક, સીરિયા સહિત અનેક દેશોએ પોતાનો એરસ્પેસ બંધ કરેલો છે. આ કારણે એરલાઈનોએ પોતાના વિમાનને મધ્ય પૂર્વના આકાશથી બહારના લાંબા ચક્કર લગાવીને જવું પડી રહ્યું છે. જેનાથી ઈંધણનો વપરાશ વધ્યો છે અને વિમાન કંપનીઓના ખર્ચા વધ્યા બાદ ટિકિટોના ભાવ વધી રહ્યા છે. ફ્લાઈટરડાર 24નું કહેવું છે કે ઈરાનના એરસ્પેસથી કોઈ પેસેન્જર પ્લેન પસાર થતું નથી. જ્યારે યુરોપથી એશિયા જનારી અનેક ફ્લાઈટ્સ પહેલા અહીંથી પસાર થતી હતી. તેનાથી ફ્લાઈટોના વધતા સમય, વિલંબ અને ઓઈલના ભાવ વધવાની અસર ભારતની વિમાનન કંપનીઓ પર પણ પડી રહી છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવના પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં 9 ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે. જો યુદ્ધ બંધ ન થયું તો ક્રૂડ ઓઈલ 78થી વધીને 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જેનાથી ભારત સહિત દુનિયાભરના ઓઈલ આયાતકાર દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે.

જહાજોની અવરજવર પર અસર
ઈરાન રોજ લગભગ 303 મિલિયન બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. જેમાં 1.5 એમબીડીની નિકાસ કરે છે. જેમાં 80 ટકા ઓઈલ તો એકલું ચીન ખરીદે છે. ત્યારબાદ તુર્કી બીજા નંબરનો ગ્રાહક છે॥ ઈરાન હોર્મુઝ જલડમરુમધ્ય-ઈરાનની ખાડીના ઉત્તર છેડે છે. જ્યાંથી 20 એમબીડીથી ઓઈલનો રોજ વેપાર થાય છે. સાઉદી અરબ અને યુએઈના જહાજ પણ અહીંથી જ પસાર થાય છે. ઈરાન આ રૂટને બ્લોક કરવાની ચેતવણી અગાઉ આપી ચૂક્યું છે. તેનાથી ભારતીય શિપિંગ કંપનીઓના ખર્ચા વધશે અને આયાત-નિકાસ મોંઘી થશે.

સોનાના ભાવ ઉછળે
ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે સોનાના ભાવ પણ આકાશે આંબી રહ્યા છે. ઘરેલુ શરાફા બજારમાં સોનું એક લાખ રૂપિયા પ્રતિ તોલા પાર પહોંચી ગયું છે. જો તણાવ વધ્યો તો શેર બજાર ઉપર પણ ભારે અસર પડશે અને સોના ચાંદી મજબૂત થશે. ભારત દર વર્ષે 80-90 ટન સોનું આયાત કરે છે. આ માટે તેણે વધુ વિદેશી મુદ્રા ખર્ચવી પડશે.

પૂર્વ મધ્ય પૂર્વ હિંસાની આગમાં ન હોમાય
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું આ યુદ્ધ સમગ્ર મિડલ ઈસ્ટને યુદ્ધની આગમાં લપેટી શકે છે. અમેરિકાએ પણ આ યુદ્ધમાં કૂદવાના સંકેત આપ્યા છે. તેને સાઉદી અરબ અને યુએઈનો સાથ મળી શકે છે. જ્યારે સીરિયા, તુર્કી અને ઈરાક જેવા દેશો પણ ચૂપ નહીં બેસે. રશિયા ભલે અત્યારે યુક્રેન સાથે યુદ્ધમાં ગૂંચવાયેલું છે પરંતુ મધ્ય પૂર્વમાં તે પણ પોતાના સાથી ઈરાનને કોઈ પણ કિમતે ગૂમાવવા નહીં ઈચ્છે. આ મુહિમમાં તેને ચીન અને ઉત્તર કોરિયાનો સાથ પણ મળી શકે છે. આમ થયું તો તે ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com