ઇરાને ઈઝરાયલના હુમલાથી ડરીને સરકારી અધિકારીઓને નવુ ફરમાન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારી અધિકારી, તેમની સુરક્ષા ટીમ પબ્લિક કોમ્યુનિકેશ અને ટેલિ કોમ્યુનિકેશનનો ઉપયોગ ન કરે. ઈરાનના સાઈબર સુરક્ષા કમાન્ડ તરફથી આ ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કરાયો છે.
ઈઝરાયલના જુના ટ્રેક રેકોર્ડને જોતા ઈરાનના સાઈબર કમાન્ડે આ આદેશ જાહેર કર્યો છે.
એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ટાર્ગેટેડ મર્ડર માટે યહૂદી રાષ્ટ્ર તેનો પ્રયોગ કરી શકે છે. આ સિવાય મોબાઈલ ફોન પણ ટ્રેસ થઈ શકે છે. હિજબુલ્લાહ મેમ્બરો વિરુદ્ધ પેજર એટેક કરીને ઈઝરાયલ પણ આવું કરી ચૂક્યુ છે.
ન્યૂક્યિલર વૈજ્ઞાનિકોને આવી રીતે જ માર્યા
IRGCથી સબંધિત સમાચાર એજન્સીએ દાવો કર્યો છે કે ઈઝરાયલે હાલમાં જ ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકોને મારવા માટે આ ટેકનિકનો સહારો લીધો હતો. એવામાં સંવેદનશીલ સ્થાનો પર મોબાઈલ ફોન બંધ કરવા છતા લોકેશન ટ્રેક રોકી શકાતુ નથી. એટલે જ આવા તમામ અધિકારીઓને આવા ડિવાઈઝનો પ્રયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે જે એન્ટી ટ્રેકિંગ હોય, એટલે કે જેનું ટ્રેકિંગ ન કરી શકાય.