ભીમ અગિયારસ ગઈ પણ ચોરી છુપીથી ચાલતા જુગાર ધામમાં રોજ શકુનિયોની અગિયારસ
વાવોલ ખાતે 10 શકુનિયો જુગાર રમતા પકડાયા; 82, 200 નો મુદ્દામાલ સાથે ઘરપકડ, ૩ શકુનિયાઓ અન્ય જિલ્લામાંથી રમવા આવ્યા
Gj 18 ખાતે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાવોલ ખાતે મકાન નંબર 106, એન 54 ફ્લેટમાં તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા અને રમાડતા 10 જેટલા ઈસમોને ક્રાઈમ બ્રાન્ચ 2 એ પકડી પાડ્યા છે, ત્યારે જિલ્લામાં હવે ફ્લેટો અને મકાનો ભાડે રાખીને આ વેપલા જુગારના ચાલી રહ્યા છે, ઘણીવાર ખેતરોમાં રમાય છે,
પ્રાપ્ત વિગતો અનુસાર, એલસીબી ટુ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાવોલ મકાન નંબર 106, એન 54 ફ્લેટમાં વિરેન્દ્રસિંહ ગોવિંદસિંહ ચાવડા (નાનો) પોતાના મકાનમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે ગંજીપાનાની તીનપત્તી પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે, જે માહિતી આધારે એલસીબી ટુ પ્રીમે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી અને જગ્યાને કોર્ડન કરી જુગાડધામ પર રેડ પાડતા તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રહેલા અને રમાડતા 10 જેટલા શકુનિઓને ઝડપી પાડેલ અને સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો તેમજ મોબાઇલ ફોન તેમજ રોકડ મળી કુલ ₹82,200 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા દસ ઈસમો વિરુદ્ધ સેક્ટર-૭ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
શહેરમાં ભીમ અગિયારસ પછી જુગાર ધામમાં તેજી આવી જેવો ઘાટ
ગ્રામ્ય તથા ખેતરોમાં જુગાર રમાતો, પણ હવે ફ્લેટ ભાડે રાખીને અથવા પોતાના બંધ મકાનમાં આવી પ્રવૃત્તિઓ બે રોકટોક ચાલી રહી છે
પકડાયેલ શકુનીઓની યાદી
(૧) વિરેન્દ્રસિંહ ગોવિંદસિંહ ચાવડા ઉ.વ.૩૨ રહેવાસી-વાવોલ મકાન નં.૧૦૬ એન.૫૪ ફલેટ વાવોલ તા.જી.ગાંધીનગર.
(૨) રિઝવાન સોકતઅલી કાજી ઉ.વ.૩૬ રહેવાસી-તરપોજ કસબા છાલા ગામ તા.જી.ગાંધીનગર.
(૩) પ્રવિણભાઇ નટવરલાલ કણજરીયા ઉ.વ.૩૬ રહેવાસી- સી બ્લોક મકાન નં.૩૦૭ ગંજાનંદ બિલ્ડીંગ રેલ્વે સ્ટેશનની બાજુમાં મણીનગર અમદાવાદ શહેર મુળ રહે. ભાગૅવી સોસાયટી ઘાટ દરવાજાની સામે ધ્રાગંધ્રા જી.સુરેન્દ્રનગર.
(૪) અનીલ મેરૂભાઇ મકવાણા ઉ.વ.૩૪ રહેવાસી-બી-૮ કિશોરભવન એપાર્ટમેન્ટ બચાણી પેલેસની સામે મણીનગર અમદાવાદ મુળરહે. સોની તલાવડી અજીતસિંહ હાઇસ્કુલ સામે ધ્રાગંધ્રા જી.સુરેન્દ્રનગર.
(૫) કલ્પેશ ધાનાભાઇ આહીર ઉ.વ.૪૨ રહેવાસી-.ટ્યુબર ફુડ કંપની ખાતે ખાત્રજ તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે. મોટાલખીયા વાડી વિસ્તાર તા.લાલપુર જી.જામનગર.
(૬) કરણસિંહ ભવાનસિંહ વાઘેલા ઉ.વ.૫૫, રહેવાસી-લેકાવાડા તા.જી.ગાંધીનગર
(૭) મહેન્દ્રસિંહ નાથુસિંહ વાઘેલા ઉ.વ.૪૦ રહેવાસી-લેકાવાડા તા.જી.ગાંધીનગર.
(૮) નિલેષસિંહ બળદેવસિંહ મકવાણા ઉ.વ.૩૦ રહેવાસી-પટેલ વાસ કરોલ ગામ તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા.
(૯) રાજુભાઇ માધાભાઇ રાઠોડ ઉ.વ.૪૨ રહેવાસી-રાઠોડ વાસ ઉનાવા ગામ તા.જી.ગાંધીનગર.
(૧૦) ચમનજી કાળાજી ઠાકોર ઉ.વ.૫૭ રહેવાસી-કુડાસણ માલાપુરા વાસ તા.જી.ગાંધીનગર
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :-
(૧) આરોપીઓની અંગઝડતી માંથી મળેલ રોકડ રકમ રૂપિયા ૩૦,૭૦૦/-
(૨) દાવ પરથી મળેલ કુલ રોકડ રકમ રૂપિયા ૨૦,૦૦૦/-
(૩) આરોપીઓની અંગઝડતી માંથી મળેલ કુલ મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ.૩૧,૫૦૦/-
(૪) દાવ ઉપરથી મળેલ ગંજી પાના કુલ નંગ-પર કિંમત રૂપિયા 00/00
કુલ કિંમત રૂપિયા ૮૨,૨૦૦/-
પોપટિયા એવા શકુનિઓની ચાલતી બાજી ઊંધી વાળનારી પોલીસ ટીમ એલસીબી ટુ ના હવે ભારે રડારમાં આવા તત્વો અને ચોરી છુપીથી ચાલતા જુગાર ધામો વોચમાં છે ત્યારે કામગીરી કરનાર પોલીસ ટીમમાં (૧) પો.ઇન્સશ્રી એચ.પી.પરમાર, (૨) પો.સ.ઇશ્રી બી.એચ.ઝાલા, (૩) પો.સ.ઇશ્રી એન.બી.રાઠોડ, (૪) એ.એસ.આઇ રાજેન્દ્રસિંહ નેનાજી, (૫) એ.એસ.આઇ રામેશ્વર મનુભાઇ, (૬) એ.એસ.આઇ નરેશભાઇ વિરજીભાઇ, (૭) એ.એસ.આઇ વિનોદકુમાર જોરુભાઇ, (૮) એ.એસ.આઇ અંકુશ દિલીપરાવ, (૯) હે.કો.આશીષકુમાર ધીરૂભાઇ, (૧૦) હે.કો. વિપુલકુમાર નાથુભાઇ, (૧૧) હે.કો પ્રવિણસિંહ દશરથસિંહ અને (૧૨) પો.કો વિજયકુમાર દયારામભાઇ.