ગુજરાતમાં વરસાદ સક્રિય થયો, રાજ્યમાં 18નાં મોત

Spread the love

 

 

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ સક્રિય થયો છે. ત્યારે આજે 18 જૂનના રોજ અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ ભાવનગર અને બોટાદમાં આજે તમામ શાળાઓમાં રજા રાખવા આદેશ કરાયો છે. હવામાન વિભાગ દ્વારા 23 જૂન સુધી રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. જેને પગલે 23 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બોટાદના લાઠીદડ ગામ નજીક ઈકો કાર તણાઈ જવાને મામલે 24 કલાક બાદ પણ પાંચ લોકો લાપતા છે. ઇકોમાં કુલ નવ લોકો સવાર હતા. જેમાંથી પ્રિયંકભાઈ ચૌહાણ અને અન્ય એક એમ બે લોકોનો બચાવ થયો હતો. જ્યારે નયનાબેન યશવંતભાઇ વાવેતા અને મંજુબેન કનુભાઈ વાવેતાનો મૃતદેહ ગઇકાલે (મંગળવારે) મળ્યો હતો. જ્યારે હજી ગીતાબેન મહેશભાઈ ચૌહાણ, હિતુબેન મહેશભાઈ ચૌહાણ, બાબુભાઈ તુલશીભાઈ ચૌહાણ, શારદાબેન બાબુભાઈ ચૌહાણ અને ઉર્વશીબેન મહેશભાઈ ચૌહાણ હજી લાપતા છે. NDRFની ટીમ દ્વારા શોધખોળ કરાઇ રહી છે.

રાજ્યમાં ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલે તંત્રની સતર્કતા-સજ્જતાની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યાં હતા. ગતરોજ પણ રાજ્યના ખાસ કરીને બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર બે દિવસમાં રાજ્યના 95 ટકા વિસ્તારને ચોમાસાએ કવર કરી લીધું છે. સોમવારે રાજ્યના 251 પૈકી 221 તાલુકામાં 14 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. બોટાદના ગઢડામાં 14 ઇંચ અને ભાવનગરના પાલીતાણામાં 12 ઇંચ સાથે 22 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મંગળવારે પણ રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહ્યું હતું. સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના માત્ર 12 કલાકમાં રાજ્યના 78 ટકા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન 195 તાલુકામાં થયેલા વરસાદમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ બોટાદના બરવાળામાં ખાબક્યો હતો. 14 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. છેલ્લા 36 કલાકમાં લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિને લઇ 109 વ્યક્તિઓનું રેસ્ક્યું અને 120 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. કચ્છના સામખિયાળીમાં ચાલુ વરસાદે વીજ વાયર તૂટી પડતાં પાંચ પશુઓના મોત થયા હતા. જ્યારે રાજ્યના 12953 ગામડામાં વીજ પુરવઠો ખોટકાઇ ચૂક્યો છે. તેમજ 1 નેશનલ હાઇવે સહિત કુલ 134 માર્ગો પર વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના પગલે NDRF ની 5 અને SDRF 20 ટીમોને મેદાનમાં ઉતારાઇ છે. NDRF ની 10 ટીમોને સ્ટેન્ડબાય રખાઇ છે. આગામી 21 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઇ છે. છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં સિઝનનો 6.94% સાથે સરેરાશ 2.45 ઇંચ વરસાદ થતાં ચૂક્યો છે.આજે રાજ્યમાં અઢીં ઇંચ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતાહવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે રાજ્યરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા 76% થી 100% ની વચ્ચે રહી શકે છે. રાજ્યમાં પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે 2.5 મીમીથી લઇ અઢી ઇંચ સુધીનો વરસાદ થઇ શકે છે. જો કે, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં સવા 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે.

ગતરોજ રાજ્યમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને બોટાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગઢડામાં ધસમસતા પાણીમાં ફસાયેલા 18 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કરાયું હતું. ધ્રાંગધ્રાથી સરા વચ્ચેના કોઝવેનું ધોવાણ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તો મહુવામાં એક વૃદ્ધ તણાયા હતા. જોકે, તેનો ચમત્કારિક બચાવ થયો હતો. બોટાદમાં એક ઇકો તણાઈ હતી. જેથી 5 લાપતા થયા છે. જ્યારે અમરેલીમાં બે લોકોનાં મોત થયાં છે. બીજી તરફ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં 59 દરવાજા ખોલાયા હતા. ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઇમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. રાજ્યના વિવિધ જિલ્લામાં NDRFની 12, SDRFની 20 ટીમો તૈનાત કરાઈ હતી. રાજ્ય હવામાન વિભાગની ચોક્કસ આગાહી અનુસાર વલસાડ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદની ભારે પવન સાથે બેટિંગ શરૂ કરી હતી. વરસાદે.બેટિંગ શરૂ કરતાં વલસાડ હાઇવે ઉપર પુરપાટ ઝડપે દેડતા વાહનોની રફતાર ધીમી પડી હતી. સાથે મોટા ભાગના તમામ વાહન ચાલકો તકેદારીના ભાગ રૂપે મોટી દુર્ઘટના ટાળવા પસિંગ લાઈટ શરૂ રાખી વાહન ચલાવતા જોવા મળ્યા હતા. મચ્છુ નદીમાં પાણીની આવક વધતા ત્રણ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલ્યા છે. 13,425 ક્યુસેક પાણીની આવક સામે જાવક ચાલુ રાખવા માટે ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. મચ્છુ બે ડેમ ના દરવાજા નવા ફીટ કર્યા બાદ હજુ ખુલ્લા રાખવામાં આવ્યા હોય પાણીની આવક નદીમાં વધી છે. દ્વારકા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ મેઘસવારી અવિરત રીતે જારી રહી હતી. ખંભાળિયા તાલુકામાં આજે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને દોઢ કલાકમાં દોઢ ઈંચ (38 મી.મી.) પાણી પડી ગયું હતું. જેથી શહેરના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. પોસ્ટ ઓફિસ રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા હતા. રેલવે સ્ટેશન રોડ, ચાર રસ્તા વગેરે સ્થળોએ પાણી વહી નીકળ્યાં હતા. ગઢડા તાલુકાના પીપળીયા ગામે વાડી વિસ્તારમાં ફસાયેલા અલગ અલગ જગ્યાએ બે પરીવારો ફસાયા હતા. ગઈકાલે સાંજના સમયે ધોધમાર વરસાદ થતાં પાણી ભરાય જતા પરીવારો ફસાયા હતા. NDRFની ટીમ દ્વારા 18 લોકોનું રેસ્ક્યૂ કરીને બહાર લાવવામાં આવ્યા. અન્ય સ્થળે એક પરીવાર ફસાયેલો છે તેનું પણ હાલ રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પ્રાંત અધિકારી, ગઢડા મામલતદાર, પીઆઈ, ટીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહાં. બોટાદના બરવાળા તાલુકાના ભીમનાથ ગામનો રેલ્વે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ. રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાય જતા તાલુકાના અનેક ગામો હાલ સંપર્ક વિહોણા. બરવાળા તાલુકાના ચોકડી, નભાઈ, પીપરીયા સહિતના ગામો તરફ જવા માટેનો એકમાત્ર રેલ્વે અંડરબ્રિજમાં ભરાયા પાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com