જુનિયર ક્રિકેટમાં બે વખત ખેલાડીઓના બોન ટેસ્ટ કરાશે ઃ ક્રિકેટ બોર્ડને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય

Spread the love

 

 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મહત્વપૂર્ણ પગલુ ભરતા જુનિયર સ્તરે ખેલાડીઓ માટે વધારાના બોન ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોઇ પણ ખેલાડી વધારાની સીઝન રમવાથી ચૂકી ન જાય. હાલના ધોરણો મુજબ, ખેલાડી ટીડબલ્યૂ3 પદ્ધતિ (હાડકાની ઉંમરનું મૂલ્યાંકન કરવા માટે વપરાતી કસોટી) દ્વારા ઉંમર નક્કી કરવા માટે હાડકાના પરીક્ષણમાંથી પસાર થાય છે. આમાં, હાડકાના પરીક્ષણની ઉંમરમાં એક ઉમેરીને તેની ઉંમરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. નિયમમાં ફેરફાર સાથે અંડર-16 છોકરાઓની શ્રેણીમાં ક્રિકેટરને આગામી સીઝનમાં સમાન વય જૂથમાં રમવા માટે તેની લાયકાત નક્કી કરવા માટે બીજો બોન ટેસ્ટ કરાવવો પડશે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ ચોક્કસ ઉંમર જાણવાની સાથે એ સુનિશ્ર્ચિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે કે કોઈ ખેલાડી વૈજ્ઞાનિક ગણતરીના બદલે ગાણિતિક ગણતરીઓને કારણે રમવાથી ચૂકી ન જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *