હર્ષ સંઘવી સાથે લંડન ફરી આવનાર અધિકારીઓની ટ્રાન્સફર , આ 2 બદલી ચોંકાવનારી

Spread the love

 

ગાધીનગરઃ ગુજરાત સરકારે એકાએક મંગળવારે સાંજે 10 આઇએએસ અધિકારીની બદલી કરી દીધી છે જ્યારે 3 આઈએએસ અધિકારીને વધારાનો હવાલો સોપ્યો છે. આ તમામ બદલીઓમાં સૌથી વધારે ધ્યાન ખેંચનારી બદલી શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની છે. જેઓ સચિવાલયમાં છેલ્લા એક દાયકાથી કી પોસ્ટ સંભાળી રહ્યાં છે. વિજય રૂપાણીની સરકાર બાદ તેઓ થોડો સમય સાઈડલાઈન રહ્યાં બાદ ફરી લાઈમ લાઈટમાં આવી ગયા છે.

જેઓ સીએમ ભૂપેન્દ્ર ભાઈ જે ખાતુ ધરાવે છે એ શહેરી વિકાસ વિભાગના વડા તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં હતા. હવે તેમને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના અગ્ર સચિવ બનાવાયા છે અને રમતગમત વિભાગના સચિવ એમ થેન્નારસનને શહેરી વિકાસ વિભાગમાં ખસેડાયા છે. થેન્નારેસન એ સીએમની ગુડબુકમાં છે જેઓ આ પહેલાં અમદાવાદના કમિશ્નર પણ રહી ચૂક્યા છે.

તાજેતરમાં આ બન્ને અધિકારીઓ ઓલિમ્પિક રમતો અને કોમનવેલ્થ ગેમ્સના આયોજનની તૈયારીના અભ્યાસ માટે ગૃહ અને રમતગમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી સાથે લંડનની મુલાકાત લઈને પરત ફર્યા છે. એકાએક શહેરી વિકાસ વિભાગમાંથી અશ્વિની કુમારને કેમ ખસેડાયા એ સચિવાલયમાં ચર્ચાનો વિષય છે. અશ્વિની કુમાર હંમેશાં સરકારની ગુડબુકમાં રહ્યાં છે. એમની પાસે આયોજનનો પૂરતો અનુભવ છે. જેઓ 2036ની ઓલિમ્પિક પહેલાં સરકાર માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

પ્લેન ક્રેશમાં ભાઈ-ભાભીનું મૃત્યુ, દુખદ સમાચાર સાંભળી આઘાતમાં મોટાં બહેનનું મોત

તમારે એ પણ જાણવું જરૂરી છે કે, ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, અશ્વિની કુમાર, થેનારસન તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ લંડન ગયું હતું. જેઓએ 2030ના કોમનવેલ્થ ગેમ્સ માટે લંડનમાં યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો.

અશ્વિની કુમારની બદલી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ઉપરાંત પોલીસ એન્ડ ફાયર ગેમ્સના ગુજરાતમાં સંભવિત આયોજનના ભાગરૂપે અને અનુભવ, જાણકારીને ધ્યાને રાખીને જવાબદારી સોંપાયાની ચર્ચા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પદનો અનુભવ ધરાવતા થેન્નારસનને શહેરી વિકાસમાં જગ્યા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com