
કેનેડાએ પહેલીવાર સ્વીકાર કર્યો કે, ખાલિસ્તાની કટ્ટરવાદીઓ ભારતમાં હિંસા-આતંકવાદ ફેલાવવા માટે કેનેડાની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. કેનેડાની ગુપ્ત એજન્સી CSIS ના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ખાલિસ્તાની કેનેડાનો ઉપયોગ ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપવો, નાણાં ભેગા કરવા અથવા પ્લાન બનાવવાના રૂપે કરી રહ્યા છે. CSISએ બુધવારે પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટે અમુક પ્રમુખ ચિંતા અને જોખમની રૂપરેખા આપવામાં આવી છે. કેનેડાની ગુપ્ત એજન્સી CSISના રિપોર્ટમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે, ’ખાલિસ્તાની કટ્ટરવાદી મુખ્ય રૂપે ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપે છે, ધન ભેગું કરવા અથવા યોજના બનાવવા માટે કેનેડાને આધારના રૂપે ઉપયોગ કરવાનું શરૂ રાખે છે.’
વળી, આ રિપોર્ટની સૌથી મહત્ત્વની વાત એ છે કે, કેનેડાએ પહેલીવાર સત્તાવાર રીતે ખાલિસ્તાની જૂથો માટે ’ઉગ્રવાદ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ એક મોટો ફેરફાર છે, કારણ કે પહેલા કેનેડિયન સરકાર અને એજન્સીઓ આ મુદ્દાને હળવાશથી લેતી હતી અથવા તેને ફક્ત ’સમુદાયિક પ્રવૃત્તિઓ’નો એક ભાગ માનતી હતી. પરંતુ હવે CSISના આ સ્પષ્ટ સ્વીકાર સાથે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ માત્ર ભારત માટે ખતરો નથી, પરંતુ કેનેડાની પોતાની સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય બની શકે છે.
CSISના રિપોર્ટે પુષ્ટિ કરી કે, કેનેડા ભારત વિરોધી તત્ત્વો માટે એક સુરક્ષિત ઠેકાણું બની ગયું છે, જેના કારણે વર્ષોથી ભારત દ્વારા વ્યક્ત કરવામાં આવતી પોતાની ચિંતાઓની પુષ્ટિ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, 1980ના દાયકાના મધ્યથી કેનેડામાં PMVEનું ડોખમ મુખ્ય રૂપે CBKEના માધ્યમથી પ્રકટ થયું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ’અમુક વ્યક્તિઓના નાના જૂથને ખાલિસ્તાની કટ્ટરપંથી માનવામાં આવે છે. કારણ કે, તે કેનેડાને મુખ્ય રૂપે ભારતમાં હિંસાનું આયોજન કરવા, ભંડોળ પૂરૂ પાડવા અથવા પ્રોત્સાહન આપવા માટે કેનેડાનો ઉપયોગ કરે છે. ખાસ કરીને, કેનેડામાંથી ઉદ્ભવતા વાસ્તવિક અને કથિત ખાલિસ્તાની ઉગ્રવાદ કેનેડામાં ભારતીય વિદેશી હસ્તક્ષેપ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે છે.’