નંબર-18 ને મિસ કરશે બેન સ્ટોક્સ : ભારત – ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી વિના બેન સ્ટોક્સને મજા નહીં આવે

Spread the love

 

 

ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સનું કહેવું છે કે, ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલી જેવા હરીફનો સામનો ન કરવો નિરાશાજનક છે. તેને લાગે છે કે, આ લેજન્ડરી સ્ટારની ગેરહાજરી તેની લડાયક ભાવનાનો અભાવ અને ભારતીય ટીમમાં જીતવાની ઇચ્છાશક્તિનો અભાવ લાગશે. કોહલીએ ગત મહિને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અગાઉ તેના લાંબા સમયના સાથી અને કેપ્ટન રોહિત શર્માએ પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. સ્ટોક્સે ઇંગ્લેન્ડ ક્રિકેટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, “ભારત તેની લડાયક ભાવના, તેની સ્પર્ધાત્મકતા અને મેચ દરમિયાન જીતવાની તેની ઇચ્છાને મિસ કરશે.” “તેઓએ 18 નંબરની જર્સીને પોતાનો નંબર બનાવ્યો છે. ભારતીય ટી-શર્ટની પાછળ 18 નંબર ન દેખાય તો થોડું વિચિત્ર લાગશે. તે લાંબા સમયથી તેમના માટે તેજસ્વી રહ્યો છે. કોહલી તેની ઝળહળતી કારકિર્દી દરમિયાન ટેસ્ટ ક્રિકેટના સૌથી મોટો એમ્બેસેડર રહ્યો છે. સ્ટોક્સે પણ પાંચ દિવસના ફોર્મેટ માટે પોતાનો લગાવ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી તે પછી તેણે તેને લેખિત મેસેજ મોકલ્યો હતો. “મેં તેને એક ટેક્સ્ટ સંદેશ મોકલ્યો હતો કે તેની સામે ન રમવું નિરાશાજનક રહેશે કારણ કે મને તેની સામે રમવું ગમે છે. ’ અમે બંનેને એકબીજા સામે રમવું ગમે છે કારણ કે જ્યારે અમે મેદાન પર હોઈએ છીએ ત્યારે બંનેની માનસિકતા એકસરખી હોય છે. ઈંગ્લેન્ડે ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટેની ઈલેવનની જાહેરાત કરી દીધી છે. પેસર ક્રિસ બોક્સની વાપસી થઈ છે, જ્યારે જેકોબ બેથેલની જગ્યાએ ઓલી પોપને પસંદ કરવામાં આવ્યો છે. બ્રાયડન કાર્સેની જગ્યાએ ગુસ એટક્ધિસનને લેવામાં આવ્યાં છે. જૈક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રુટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકિપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સે, જોશ ટંગફ, અને બશીર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *