મિસાઈલ વોર : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલતી મિસાઈલ વોરથી હજારો લોકોના જીવ ગયા

Spread the love

 

 

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલતી મિસાઈલ વોરથી હજારો લોકોના જીવ ગયા છે. માનવ અધિકાર સમૂહના અનુસાર ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં 950 ઈરાની માર્યા ગયા છે અને 3450 થી વધુ ઘાયલ થયા છે. જયારે ઈઝરાયેલના જણાવ્યા મુજબ ઈરાનના હુમલામાં 24 ઈઝરાયેલી લોકોના મોત થયા છે, જયારે 900થી વધુ ઘાયલ થયા હતા.
બીજી બાજુ અમેરિકાના ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલા થયા હતા, જેમાં ભોગ બનેલા લોકોના આંકડા સ્પષ્ટ નથી. વોશિંગ્ટન આધારિત માનવ અધિકાર કાર્યકર્તાઓએ ઈરાનમાં મૃતકોના આંકડા રજુ કર્યા છે. આ સમૂહના જણાવ્યા મુજબ ઈરાનમાં 380થી વધુ સામાન્ય નાગરિક અને 253 થી વધુ જવાનોના મૃત્યુ થયા છે. અમેરિકી હુમલા બાદ ઈરાને નિવેદન જાહેર કરી કહ્યું હતું કે આ હુમલાથી અમને ઘણું નુકસાન થયું છે, પણ અમારા પરમાણુ હથિયાર પુરી રીતે સુરક્ષિત છે. જો કે આ દરમિયાન ઈરાને મૃતકોનો આંકડો નહોતો જણાવ્યો.
વોશિંગ્ટન આધારિત માનવ અધિકાર કાર્યકર્તાઓએ આ આંકડા રજુ કર્યા છે. આ સમૂહનું માનીએ તો ઈરાનમાં 380થી વધુ સામાન્ય નાગરિક અને સેનાના 253 જવાનોના મોત થયા છે. ઈરાને પણ આંકડા રજુ કર્યા હતા. શનિવારે ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઈઝરાયેલી હુમલામાં લગભગ 400 ઈરાની માર્યા ગયા હતા અને 3056 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, શનિવારની રાત્રે અમેરિકાએ પણ ઈરાનની કેટલીક જગ્યાએ બોમ્બ વર્ષા કરી હતી. તેમાં ઈરાનના ફોર્ડો, નતાંજ અને ઈસ્ફહાન પરમાણુ ઠેકાણાઓનો સમાવેશ થાય છે. આ હુમલાથી ઈરાનને ઘણું નુકસાન થયું હતું. જો કે મૃતકોનો આંકડો બહાર નથી આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *