




વિસાવદર
વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતથી આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ છે. આ જીતથી આમ આદમી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ગોપાલ ઇટાલિયાની જીતની કડીમા ભવ્ય ઉજવણી થઇ રહી છે. લોકોએ ઢોલનગારા વગાડી અને ફટાકડા ફોડીને ગોપાલ ઇટાલિયાની જીતને વધાવી લીધી છે. મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17 હજાર કરતા પણ વધુ મતોથી હાર આપી છે.. આ સાથે આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પરનો પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઈ છે. વિસાવદરમાં ભાજપ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી જીત થઈ છે, તો કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે.
કડી વિધાનસભા બેઠકની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો છે. તેમણે રેકોર્ડ બ્રેક 38,904 મતોની લીડ સાથે જીત મેળવી છે. ભાજપને કુલ 98,836 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3,077 મત મળ્યા હતા, અને 1,692 મત NOTAને મળ્યા. કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 37,424થી વધુ મતોની જંગી સરસાઈથી આગળ છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ચાવડાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કંઈક ગડબડ કરવામાં આવી છે અને તેમને મળતા મતો કરતાં બમણા મત ભાજપ લઈ જાય છે.