ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં વધુ ભડકવાથી ભારતમાં મોંઘવારી વધવાની આશંકા વધી ગઈ

Spread the love

 

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં હવે અમેરિકાના કુદી પડવાથી આ લડાઈ હવે લાંબો સમય ચાલવાની આશંકા વધી ગઈ છે. ભારતની દ્દષ્ટિએ જોવામાં આવે તો આ સંઘર્ષ વેપારના મોરચે ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આથી માત્ર ઈઝરાયેલ અને ઈરાન સાથે વેપારને અસર થશે, બલકે પશ્ર્ચિમ એશિયાઈ દેશોની સાથે પણ ભારતના વેપાર પર વ્યાપક અસર પડી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, યુદ્ધ લાંબુ ચાલવાથી હોર્મુજ જલડમરુમધ્ય અને લાલ સાગર ક્ષેત્રમાં વાણિજિયક જહાજોની અવર-જવરને અસર થઈ શકે છે. આ પરીસ્થિતિમાં માલનું પરિવહન મોંઘુ થશે અને દેશમાં મોંઘવારી વધી શકે છે. હાલમાં ભારત અને યુરોપ વચ્ચે 80 ટકા વેપાર લાલ સાગરના માધ્યમથી થાય છે. અમેરિકા સાથે પણ ઘણી માત્રામાં વેપાર આ માર્ગથી થાય છે.
બન્ને ક્ષેત્ર ભારતની કુલ નિકાસમાં 34 ટકા ભાગીદારી રાખે છે. આ ક્ષેત્રના મહત્વને કંઈક આ રીતે પણ સમજી શકાય છે કે લાલ સાગર સમુદ્રી માર્ગના માધ્યમથી વિશ્વના 30 કન્ટેનર ટ્રાફિક અને 12 ટકા વૈશ્વિક વેપાર થાય છે. યુદ્ધની સ્થિતિમાં લાલ સાગરને અસર થવાથી વૈશ્વિક વેપાર પર તેની અસર પડશે અને હવાઈ અને સમુદ્રી માલ ભાડાની કિંમત વધશે. બીજી બાજુ ભારતનુ લગભગ બે તૃતિયાંશ કાચુ તેલ (ક્રુડ ઓઈલ) અને અડધાથી વધુ એલએનજી આયાત જલડમરુમધ્યથી થઈને થાય છે, જેને હવે ઈરાને બંધ કરવાની ધમકી આપી છે. આ જલમાર્ગ માત્ર 21 માઈલ પહોળો છે, વૈશ્વિક તેલ વેપારનો લગભગ પાંચમો ભાગ આ માર્ગથી થઈને પસાર થાય છે.
ભારતીય નિકાસ સંગઠનોના મહાસંઘ (ફિયો)ના મહાનિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી અજય સહાય કહે છે કે યુદ્ધને લઈને લાલ સાગર અને હોર્મુજ જલડમરુમધ્ય માર્ગને અસર થશે. જેના કારણે ભારતનું માલ પરિવહન કેપ ઓફ ગુડ હોપ માર્ગ (આફ્રિકા)થી કરવું પડશે. આથી યુરોપ, મધ્યપુર્વ અને અમેરિકા સુધી જનારા સમુદ્રી જહાજોને 14થી20 દિવસનો વધારાનો સમય લાગશે. વિશેષજ્ઞોના અનુસાર યુદ્ધની સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટાભાગની કંપનીઓ, પોતાના વાણિજિયક જહાજોનું સંચાલન સીમીત કરી નાખશે. યુદ્ધ અને સામાન્ય કાર્ગો ઈુસ્યોરન્સ પણ હવે મોંઘો થઈ જશે. આ બધાના કારણે માલ પરિવહનના ભાવ ઝડપથી વધશે. તેલથી માંડીને અન્ય વસ્તુઓ મોંઘા ભાવે આયાત-નિકાસ થશે, તેથી સીધી રીતે કિંમતો પર ભારે વધારો થઈ શકે છે.
યુદ્ધ દરમિયાન નિકાસ સાથે જોડાયેલા માર્ગને અસર થવાથી નિકાસ ખર્ચ વધશે. નિકાસ ખર્ચ વધવાથી વસ્તુઓની કિંમત વધવાથી ભારતમાં મોંઘવારી વધશે. યુદ્ધની સ્થિતિમાં રૂપિયા પર દબાણ પડશે અને સરકારની નાણાકીય યોજનાઓમાં મુશ્કેલી આવી શકે છે. જહાજ પરિવહન અને કન્ટેનર સાથે સંકળાયેલી મુશ્કેલી ઉભી થઈ શકે છે. વર્ષ 2024-25માં ઈઝરાયેલને ભારતે 2.1 અબજ ડોલરની નિકાસ કરી, જયારે આયાત 1.6 અબજ ડોલર રહી હતી. ગત નાણાકીય વર્ષમાં ઈરાન સાથે ભારતની આયાત 441.8 અબજ ડોલર હતી.વ્યાપક ક્ષેત્રીય તણાવથી ઈરાક, જોર્ડન, લેબનાન, સીરિયા અને યમન સહિત પશ્ર્ચિમ એશિયાઈ દેશો સાથે પણ ભારતના વેપાર પર વ્યાપક અસર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *