અર્થ વ્યવસ્થામાં સુસ્તીને લઈને શહેરો અને મહાનગરોમાં રહેતા યુવાનો લોન લેવાની દુર રહ્યા છે. આથી નાણાંકીય વર્ષ 2024-25 ની અંતિમ ત્રિમાસીક એટલે કે જાન્યુઆરી-માર્ચ દરમ્યાન છુટક લોનનો વૃધ્ધિ દર ઘટીને પાંચ ટકા રહી ગયો છે. એક વર્ષ પહેલા સમાન ત્રિમાસીકમાં આ વૃધ્ધિ દર 12 ટકા હતો. ટ્રાન્સ યુનિયન સિબિલનાં સોમવારનાં રિપોર્ટ મુજબ ક્રેડીટ કાર્ડ તેમજ કન્ઝયુમર જેવી છુટક લોનોની માંગ ઝડપથી ઘટી રહી છે. 35 વર્ષથી નાની વયના મોટાભાગનાં ગ્રાહકો આ લોન લે છે. રિઝર્વ બેન્કે 2025 નાં અંતમાં જોખમી અસુરક્ષિત લોનમાં બેફામ વૃદ્ધિ રોકવા માટે ઉપાય લાગુ કર્યા હતા તેનો ઉદ્દેશ ક્રેડીટ કાર્ડ અને પર્સનલ લોન ક્ષેત્રમાં વૃધ્ધિને નિયંત્રીત કરવાનો હતો. નાણાંકીય વર્ષ 2025 ની ચોથી ત્રિમાસીકમાં હોમ લોન વોલ્યુમમાં 7 ટકાનો ઘટાડો છે. એક વર્ષ પહેલા આ સમયગાળામાં 5 ટકાનો વધારો થયો હતો.